રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં કાર ઘૂસી જતા સર્જાયો અકસ્માત, 5 લોકોના મૃત્યુ…

75

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આજરોજ સવારે યુપીના મેરઠમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર દીકરાને દિલ્હી એરપોર્ટ થી પરત ફરતી વખતે બિજનૌરમાં રહેતા એક પરિવારની કારનું દિલ્હી મેરઠ એક્સપ્રેસ હાઈવે પર ટોલ નાકા પાસે ટ્રક સાથે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ચાર મહિલાઓ સહિત 5 લોકોનાં મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃત્યુ પામેલા તમામ લોકો બિજનૌરમાં અને નજીબાબાદ ના રહેવાસી હતા. મળતી માહિતી મુજબ જ્યારે પરિવાર પોતાના 28 વર્ષના તાજીમને એરપોટૅ મૂકીને પરત ફરી રહ્યા હતા.

ત્યારે દિલ્હી મેરીટ એક્સપ્રેસ હાઇવે પર કાર ટોલ પ્લાઝા થી લગભગ 100 મીટર દૂર પાર્ક કરેલા ટ્રક સાથે કારની ટક્કર થઈ હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કારનો તો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.

અકસ્માત થતાં જ આસપાસના લોકો અને ટોલ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાને લઇને પોલીસને જાણ કરી હતી. અકસ્માતમાં કુલ પાંચ લોકોના મૃત્યુ થયા હતા. તેમાં 1 પુરુષ, 3 મહિલાઓ અને એક 11 વર્ષની બાળકી નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત 6 મહિનાનો એક પુત્ર જે શ્વાસ લઇ રહ્યો હતો તે માટે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાને લઈને પોલીસે ટ્રકચાલકને કસ્ટડીમાં લીધો હતો. મળતી માહિતી મુજબ ટ્રક ખરાબ થઈ ગયો હોવાથી તે હાઇવે પર ઊભો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!