ભાવનગરના કાળીયાબીટ વાળા માં મેલડીની જય… માતાજીના દર્શન માત્રથી કોકોના દુઃખ અને સમસ્યા થાય છે દૂર… જાણો મંદિરનો ઇતિહાસ…

Published on: 3:52 pm, Wed, 29 November 23

આપણા ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. ગુજરાતમાં ઘણા ચમત્કારી મંદિર આવેલા છે. જ્યાં દેવી-દેવતાના સાક્ષાત પરચા જોવા મળે છે. ત્યારે આજે આપણે માં મેલડીના એક ચમત્કારી મંદિર વિશે વાત કરવાના છીએ. આ મંદિર ભાવનગરમાં આવેલા કાળિયાબીટમાં આવેલું છે.

તમને જણાવી દઈએ કે માં મેલડીનું આ મંદિર ખૂબ જ વર્ષો જૂનું છે. મંદિરને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, આ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ જમીન કે જગ્યા લેતો તેને સૌપ્રથમ મેલડી માતાજીને લાપસી ધરાવવામાં આવે છે. ઉપરાંત તાવ અને સુખડી પણ કરવામાં આવે છે.

મિત્રો આ મંદિર વિશે વિગતવારમાં વાત કરીએ તો, અહીં માં મેલડી નું મંદિર ન હતું તે પહેલા અહીં એક ગાઢ જંગલ હતું. અહીં કોઈપણ લોકો રહેતા નહીં અને આ જગ્યાને બીડ તરીકે ઓળખવામાં આવતી હતી. તે સમયમાં કાલીયા કટારીયાએ આ જગ્યા પર માં મેલડીને બેસણા કર્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે, આ બીડીમાં કાલીયા કટારિયા એટલા માટે આવ્યો હતો કે તેમને કોઈ તકલીફ હતી. જેથી તેને આ જગ્યાએ આવીને માં મેલડીને પોકાર્યા હતા. તેને મા મેલડી ને પોકાર્યા હતા અને કહ્યું હતું કે, આ દુનિયામાં મારું કોઈ નથી.

જ્યારે તે એક સમસ્યામાં ફસાયો ત્યારે તેણે માં મોગલને પોકારીને કહ્યું હતું કે, મને આ સમસ્યાથી દૂર કરો તો હું અહીં તમારું સ્થાપક બનાવીશ ત્યારે તેને માં મેલડીનો અવાજ સંભળાયો હતો.

પછી તેને માં મેલડીને પોતાની તમામ સમસ્યા વિશે જણાવ્યું હતું. પછી માતાજીએ તેની તમામ સમસ્યાઓ દૂર કરી હતી. પછી તેને અહીં માં મેલડીનું મંદિર સ્થાપ્યું હતું અને આજે મોટી સંખ્યામાં ભક્તો અહીં માતાજીના દર્શન કરવા માટે આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "ભાવનગરના કાળીયાબીટ વાળા માં મેલડીની જય… માતાજીના દર્શન માત્રથી કોકોના દુઃખ અને સમસ્યા થાય છે દૂર… જાણો મંદિરનો ઇતિહાસ…"

Leave a comment

Your email address will not be published.


*