ગુજરાતના આ ગામમાં આવેલા મહાદેવના મંદિરમાં દર્શન કરવાથી સાપનું ગમે તેવું ઝેર ઉતરી જાય છે… જાણો મંદિરનો ઇતિહાસ…

Published on: 12:57 pm, Wed, 29 November 23

મિત્રો તમે સૌ જાણતા જ હશો કે ગુજરાતની ધરતી દેવી-દેવતાઓની ધરતી છે. ગુજરાતમાં અનેક ચમત્કારી મંદિરો આવેલા છે. ત્યારે આજે આપણે સાબરકાંઠાના ઇડર તાલુકાના જાદર ગામે આવેલા મહાદેવના ચમત્કારી મંદિર વિશે વાત કરવાના છીએ.

આ મંદિરને મુધણેશ્વર મહાદેવના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરના ચમત્કાર વિશે સાંભળીને તમે સૌ કોઈ લોકો ચોકી ઉઠશો. કહેવામાં આવે છે કે, જો કોઈપણ વ્યક્તિને સાપ કરડ્યો હોય અને તેને આ મંદિરમાં લાવવામાં આવે નહીં માત્ર મહાદેવનું નામ લેવામાં આવે એટલે તેનું ગમે તેવું ઝેર ઉતરી જાય છે.

મહાદેવનું આ ચમત્કારી મંદિર માત્ર સાબરકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્યમાં આસ્થાનું પ્રતિક બની ગયું છે. મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો, 400 વર્ષ અગાઉ મોગલ સામ્રાજ્ય વખતમાં મુગલસેના પ્રજાની જાનમાલ, મિલકતો અને દેવાલયો ઉપર અત્યાચાર કરી રહ્યા હતા.

તે સમયે અહીં ગોર જંગલ હતું અને મોગલ લશ્કરના કુર સૈનિકો ગાયો વાળીને જઈ રહ્યા હતા. આ દરમિયાન ગાયોની રક્ષા કરવા માટે ગોવાળિયાઓએ ત્યાં મુધવ અને અન્ય ક્ષત્રિય બંધુઓને હાકલ કરતા આ વીરો ગાયોની રક્ષા કરવા માટે દોડી આવ્યા હતા. આ દરમિયાન કુર સૈનિકો અહીંથી ભાગ્યા હતા પરંતુ તેઓ ભાગતા ભાગતા જંગલમાં આગ લગાવી ગયા હતા.

આ દરમિયાન એક રાફડામાં રહેલા નાગદેવતા ગરમીથી એક ખીજડાના ઝાડ પર ચડી ગયા હતા. ત્યાર પછી ક્ષત્રિય યુવાન મૃધવને નાગદેવતાનો જીવ બચાવવા તેમને ઢાલ ઉપર લઈને ઢાલને તેના મસ્તક ઉપર રાખીને સુરક્ષિત સ્થળે નાગદેવતાને મૂકી દીધા હતા. ત્યારે નાગદેવતાએ પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું કે, હે વીર તે મારો જીવ બચાવ્યો છે, તેથી હું તારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું.

પરંતુ રણભૂમિમાં જતા પહેલા તે મને તારા મસ્તક ઉપર બેસાડવાનું અપશુકન કરતા તું મોગલ સેના સામે વીરગતિ પામીશ. પરંતુ તે મને જીવનદાન આપ્યું હોવાથી અને ગૌરક્ષાના કાજે જેવું ગુમાવવાનો હોવાથી. હું તને શિવનું પરમપદ આપું છું અને તું આ સ્થળે શિવ રૂપે સ્વયંભૂ પૂજાશ અને તારા નામ માત્રથી સર્પ દર્શન નો ભોગ બનેલા વ્યક્તિનું ઝેર ઉતરી જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "ગુજરાતના આ ગામમાં આવેલા મહાદેવના મંદિરમાં દર્શન કરવાથી સાપનું ગમે તેવું ઝેર ઉતરી જાય છે… જાણો મંદિરનો ઇતિહાસ…"

Leave a comment

Your email address will not be published.


*