અમદાવાદમાં પ્રેમી માટે પત્નીએ 10 લાખ રૂપિયાની સોપારી આપીને, બોલેરોથી મોર્નિંગ પર નીકળેલા પતિને જબરદસ્ત ટક્કર લગાવડાવી – જુઓ CCTV ફૂટેજ

Published on: 10:50 am, Tue, 5 July 22

મિત્રો થોડા દિવસો પહેલા અમદાવાદના વસ્ત્રાલમાં મોર્નિંગ વોક પર નીકળેલા એક વ્યક્તિને પાછળથી આવતી બોલેરો કારે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ કારણોસર તે વ્યક્તિનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગી રહ્યું હતું કે આ અકસ્માત છે.

પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યું કે, આ વ્યક્તિનો અકસ્માત નહીં પરંતુ તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ વ્યક્તિનો જીવ લેવા માટે મૃતક ની પત્ની અને તેના પ્રેમીએ ભેગા મળીને સોપારી આપી હતી. ત્યારબાદ લાન બનાવીને યુવકનું જીવ લેવામાં આવ્યો હતો.

તે સવારે કેટલા વાગે ઘરની બહાર નીકળ્યો તેની માહિતી તેની પત્નીએ આપી હતી. ગુનેગાર જ્યારે કોઈ ગુનો કરે છે ત્યારે તે કોઈ કડી છોડી દે છે. તેમ આ પ્રકરણમાં પણ અમદાવાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કડી મળી અને આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરી ત્યારે આરોપીઓ સાચું બોલી ગયા હતા.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું કે, મૃતકની પત્ની અને તેના પ્રેમી વચ્ચે સંબંધો એટલી હદે આગળ વધી ગયા હતા કે પતિ તેમને નડતર રૂપ લાગતો હતો. તેથી પતિનું જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. મળતી માહિતી અનુસાર થોડાક દિવસો પહેલા જ્યારે શૈલેષ પ્રજાપતિ નામના વ્યક્તિને પાછળથી બોલેરો કારે ટક્કર લગાવી હતી. જેમાં શૈલેષભાઈનું મૃત્યુ થયું હતું.

આ ઘટના બન્યા બાદ ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ ઈરાદાપૂર્વક કરેલ અકસ્માત જણાઈ આવ્યું હતું. તેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર ઘટનાને લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ત્યારે આ ઘટનાને લઈને ચોકાવનારો ખુલાસો થયો હતો.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા શૈલેષભાઈની પત્ની શારદા અને તેના પ્રેમી નીતિન પ્રજાપતિએ શૈલેષભાઈનો જીવ લેવા માટે સોપારી આપી હતી. તેમને ગોમતીપુરમાં રહેતા યાસીનને અકસ્માત કરાવવા માટે 10 લાખ રૂપિયાની સોપારી આપી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં પ્રેમી માટે પત્નીએ 10 લાખ રૂપિયાની સોપારી આપીને, બોલેરોથી મોર્નિંગ પર નીકળેલા પતિને જબરદસ્ત ટક્કર લગાવડાવી – જુઓ CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*