ધારાસભ્યના ખરીદ-વેચાણ ને લઈને ચૂંટણીપંચ આપ્યુ મહત્વનું નિવેદન.

Published on: 9:27 pm, Mon, 2 November 20

કોંગ્રેસે ભાજપ સામે ધારાસભ્યોને કરોડ રૂપિયામાં ખરીદી હોવાના આક્ષેપો કરીને વીડિયો જાહેર કર્યો હતો. જેની સામે ચૂંટણીપંચે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ચૂંટણીપંચ દ્વારા કહેવામાં આવ્યું કે કોંગ્રેસમાંથી કોઈ લેખિત ફરિયાદ મળી નથી અને જો કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે આ અંગે કાર્યવાહી કરવા ચૂંટણીપંચને રજૂઆત કરી છે.ચૂંટણીપંચ દ્વારા કહેવામાં આવ્યું કે આ અંગે અમને કોઈ પણ લેખિતમાં અરજી મળી નથી જ્યારે કોંગ્રેસના પ્રમુખ મીડિયા સામે નિવેદન આપી રહ્યા છે.

કેતેઓએ ચૂંટણીપંચ મા ભાજપ દ્વારા ધારાસભ્ય નું ખરીદ-વેચાણ ને લઈને લેખિત માં ફરિયાદ કરી છે.મોરબી માળીયા વિધાનસભાની બેઠક માટેની ચૂંટણી અંગેની તૈયારીઓ વિશે જિલ્લા કલેકટરને એક ગુજરાતની ખાસ ચેનલ સાથે વાતચીત કરી હતી. જિલ્લા કલેક્ટરે કહ્યું કે 412 મતદાન મથકો પર મતદાન યોજાશે અને મતદાન મથકો માટે 41 રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

412 માંથી 65 મતદાન મથકો ક્રિટિકલ છે તો બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે બે CISF ની કંપની અને 1 SRP ચોકડી અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ ચારમાંથી એક માર્ગદર્શિકા મુજબ બંદોબસ્ત ગોઠવાયો છેEVM ની બગાડવા મામલે પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!