ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા ભાજપ માટે આવ્યા મોટા ખુશીના સમાચાર,જાણો

Published on: 8:46 pm, Mon, 2 November 20

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા ભાજપ માટે મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે કે,રાજ્યસભાની ચૂંટણી ના પરિણામ જાહેર થઇ ગયા છે અને ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી બાજી મારી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના 8 તો સમાજવાદી પાર્ટી અને બસપા એક એક ઉમેદવાર બિનહરીફ રાજ્યસભામાં ગયા છે. ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટી તરફથી સંખ્યા બળને ધ્યાનમાં રાખીને પોતાના વરિષ્ઠ નેતા પ્રોફેસર રામગોપાલ યાદવ ને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

આઉપરાંત અપક્ષ ઉમેદવાર પ્રકાશ બજાજ ને સમર્થન આપ્યું હતું. પ્રધાનમંત્રી મોદી ના સંસદીય વિસ્તાર વારાણસીમાં રહેતા બજાજ નું ઉમેદવાર પત્ર રદ થઈ ગયું હતું.ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્ય સભાની બેઠક પરિણામ આવ્યા બાદ ભાજપ રાજ્યસભામાં અત્યાર સુધીના શિખર પર પહોંચી ગઇ છે. આ ઉપરાંત કોંગ્રેસની બેઠક ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી ઓછી થઈ ગઈ છે.

હાલમાં રાજ્ય સભામાં ભાજપનાં સાંસદ 92 છે જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 38 બેઠક રઈ ગઈ છે.જો એનડીએની ની વાત કરવામાં આવે તો તેની પાસે 112 સાંસદ છે. જોકે તે બહુમતી માત્ર 10 બેઠક દૂર છે.

હકીકતમાં રાજ્યસભામાં કુલ 245 બેઠક છે તેમાંથી 12 બેઠક પર રાષ્ટ્રપતિ સભ્યોને પસંદ કરે છે જ્યારે બાકીની બેઠકો પર ચૂંટણી થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!