શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે અને બોર્ડે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે, આગામી 10મી મે થી બોર્ડની પરીક્ષા શરૂ થશે અને 25 મી મે ના રોજ પૂર્ણ થશે.ધોરણ 10 ની પરીક્ષા 11 દિવસ ચાલશે.
ત્યારે 12 સાયન્સની પરીક્ષા 12 દિવસ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા 16 દિવસ ચાલશે.આ વખતે તમામ વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરાય તે પહેલા પરીક્ષા કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.
કોરોના મહામારી ના કારણે માર્ચના પ્રથમ સત્રમાં શરૂ થતી બોર્ડની પરીક્ષા આ વખતે બે મહિના મોડી મે મહિનામાં શરૂ થશે. દર વખતે બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં જાહેર કરવામાં આવતો અને કાર્યક્રમ જાહેર થાય.
એ પહેલાં પરીક્ષા ફોર્મ ભરવાની કાર્યવાહી પણ પૂરી થઈ જતી પરંતુ આ વખતે હજુ ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાના હજુ શરૂ પણ નથી થયા.ધોરણ 12 સાયન્સમાં અત્યાર સુધી 30 હજાર જેટલા વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરાયા છે.
અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 મી ફેબ્રુઆરી છે જેથી 12 મી ફેબ્રુઆરી પછી ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10 ના પરીક્ષા ફોર્મ ભરવાના શરૂ થઈ જશે. પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયા બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહ નો કાર્યક્રમ સુધારવો પડ્યો હતો.
કારણ કે ૧૫મી મેના રોજ સવારના સેશનમાં ધોરણ 10નું ગણિતનું પેપર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સેક્રેટરીયલ પ્રેકટીસ પેપર ગોઠવ્યું હતું.જેમાં બોર્ડને રજૂઆત કરી હતી કે ગણિત ની સંખ્યા વધુ હોવાથી સેક્રેટરીયલ પ્રેકટીસ પેપર અન્ય દિવસે ગોઠવવામાં આવે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment