પંજાબ કોંગ્રેસના લઈને મહત્ત્વની ખબર, મુખ્યમંત્રી સામેની વિવાદમાં નવજોત સિંહ સિદ્ધુએ મારી બાજી…

Published on: 4:20 pm, Sat, 17 July 21

પંજાબમાં કોંગ્રેસ પાર્ટી વચ્ચે ખુબ જ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ કેપ્ટન અમરિન્દર ને મનાવવા માટે કોંગ્રેસના સીનિયર નેતા હરેશ રાવત આજરોજ ચંદીગઢ પહોંચ્યા હતા. આ કોંગ્રેસમાં સમાધાન લાવવાનો ફોર્મ્યુલા છે. આ ઉપરાંત કેપ્ટન અમરિન્દર જણાવ્યું કે સ્ટેટ યુનિટમાં વિવાદ થઈ રહ્યો છે.

અને જો નવજોત સિંહ સિદ્ધુ ને state chief બનાવવામાં આવશે તો મોટો ઉથલપાથલ થઇ શકે છે. આ ઉપરાંત એક નેતાએ તો કહ્યું કે જો આવું થયું તો પાર્ટી પણ તૂટી શકે છે.

મુલાકાત બાદ હરેશ રાવતે જણાવ્યું કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તરફથી લેનાર કોઈપણ ફેસલા ને સ્વીકારવા માટે તેઓ તૈયાર છે.

આ ઉપરાંત હરેશ રાવતે કહ્યું કે કેપ્ટન અમરિન્દરને ફરી વાર એક વાત કહી છે કે કોંગ્રેસ અધ્યક્ષ તરફથી જે પણ નિર્ણય લેવામાં આવશે તેનું તેઓ સન્માન કરશે.

આ ઉપરાંત કેપ્ટને કેટલાક મુદ્દાઓ ઊઠાવ્યા જેને પાર્ટી અધ્યક્ષ ની સામે રાખવામાં આવશે. પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી કેપ્ટન અમરિન્દરે અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે પરંતુ શનિવારે આ સમગ્ર ઘટના એક નવો વળાંક લીધો છે.

આ ઉપરાંત પંજાબ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સુનિલ જાખડના ઘરે નવજોત સિંહ સિદ્ધુ જોવા મળ્યા હતા તેના કારણે રાજકારણ ગરમાયું છે. એટલું જ નહીં આ બંને નેતાઓ એકબીજાના ગળે પણ મળ્યા છે. આ બંને નેતા ના ફોટા સામે આવ્યા છે.

નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન અમરિન્દર વચ્ચે ચાલી રહેલા વિવાદ અને પૂરા કરવા માટે કોંગ્રેસે નવજોત સિંહ સિદ્ધુ એ પ્રદેશ અધ્યક્ષ બનાવવાની ફોર્મ્યુલા રજૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.