કોંગ્રેસના અગ્રણીઓ અને પોલીસ વચ્ચે ધક્કામુકી, અમિત ચાવડા સહિતના અન્ય કાર્યકરોની અટકાયત, જાણો વિગતે.

Published on: 4:47 pm, Sat, 17 July 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજરોજ વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા પેટ્રોલ-ડિઝલના વધતા ભાવના વિરોધમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ પણ રેલીમાં હાજર રહ્યા હતા.

આ રેલીમાં અમિત ચાવડા, પ્રશાંત પટેલ સહિત 20 કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. સાયકલ રેલી દરમ્યાન પોલીસ દ્વારા કોંગ્રેસના કેટલાક કાર્યકરોની ટીંગાટોળી કરીને ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા.

કોંગ્રેસના આ સાયકલ રેલી દરમ્યાન જ્યુબેલી બાગ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સાયકલ રેલી દરમિયાન અડધી કલાક સુધી કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ધક્કા મુક્કી ચાલતી રહી.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિત અન્ય કાર્યકરો ને રાવપુરા પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. આજે પેટ્રોલ ડિઝલના ભાવની વાત કરે તો આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ભાવનગરમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 100.23 રૂપિયાએ પહોંચી ગયો છે જ્યારે ડીઝલમાં પ્રતિલીટર ભાવ 98.33 રૂપિયા પહોંચી ગયો છે. દેશમાં મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલ ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાને કારણે સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ ગયું છે આ ઉપરાંત અન્ય જીવન જરુરિયાતની વસ્તુઓ નો ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયો છે.

સુરતના પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.66 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 97.43 રૂપિયા પહોંચ્યો છે. અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.65 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 96.81 રૂપિયા એ પહોંચ્યો છે. ગાંધીનગરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.85 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 97.01 રૂપિયા આવી પહોંચ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "કોંગ્રેસના અગ્રણીઓ અને પોલીસ વચ્ચે ધક્કામુકી, અમિત ચાવડા સહિતના અન્ય કાર્યકરોની અટકાયત, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*