દુકાનદારે પાણીની બોટલ ન આપી તો, યુવકે દુકાનદાર સાથે કર્યું એવું કે…તમે સપનામાં પણ નહિ વિચાર્યું હોય – જુઓ વિડિયો

Published on: 11:05 am, Fri, 24 June 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. પાણીની બોટલ ના આપવાને કારણે એક યુવકે દુકાનદાર સાથે કર્યું એવું કે તમે સપનામાં પણ નહિ વિચાર્યું હોય. આ ઘટના રાજસ્થાનમાં જોધપુરમાં બની છે.

અહીં જાટાબાસ ચોક પર કૈલાશ નામના યુવકની મીઠાઈની દુકાન છે. આ સમગ્ર ઘટનાને લઇને કૈલાશે જણાવ્યું કે, તેઓ પોતાની દુકાન પર બેઠા હતા. ત્યારે વિશાલ ખીંચડ નામનો એક યુવક દુકાન પર આવ્યો હતો અને તેને દુકાન પર આવીને પાણીની બોટલ માંગી હતી.

વિશાલના નામે પહેલેથી જ દુકાનમાં ઉધારી બોલતી હતી. કૈલાશે વધુમાં જણાવ્યું કે, જ્યારે મેં વિશાલ પાસે જૂની બાકીની રકમ માંગી ત્યારે તે ખૂબ જ ભડકી ગયો અને પોતાના ખિસ્સામાંથી પિસ્તોલ કાઢીને મારા માથા પર મૂકી દીધી હતી. હું કંઈ પણ વિચારવું તે પહેલા તો વિશાલે ત્રણ વખત ફાયરિંગ કરી નાખ્યું.

કૈલાશે જણાવ્યું કે, મેં મારું માથું યોગ્ય સમયે નમાવી દીધું તેથી પિસ્તોલમાંથી છૂટેલી ગોળી પાછળના કાઉન્ટરમાં જઇને લાગી. ફાયરિંગના કારણે કાઉન્ટરના કાચ તૂટી ગયા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કૈલાશે વધુમાં જણાવ્યું કે, વિશાલ પહેલા પણ ફાયરીંગ કરી ચૂક્યો છે.

તેને આજ વિસ્તારમાં આવેલી અન્ય એક દુકાન પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે વિશાલ ના વિરોધમાં અનેકે કેસ ચાલી રહ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો