મહેસાણાથી એડમિશનનું કામ પતાવીને અલ્ટો કારમાં પરત ફરી રહેલા 3 મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, 2 મિત્રોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 10:33 am, Fri, 24 June 22

ગુજરાતમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર બાલીસણા-સંડેર હાઈવે પર અલ્ટો કાર બાવળના ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ત્રણ મિત્રો અલ્ટો કારમાં બેસીને મહેસાણાથી એડમિશનનું કામ પતાવી પરત આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો.

આ ઘટનામાં કારમાં આગળ સવાર બંને મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, કારણોસર બંનેના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે પાછળ બેઠેલો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને બેભાન અવસ્થામાં 108ની મદદથી સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો. આ કારણોસર તેનો જીવ બચી ગયો હતો.

જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. મળતી માહિતી અનુસાર કયા કારણોસર કાર ઝાડ સાથે અથડાઈ તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મૃત્યુ પામેલો એક યુવક બાલીસણા અને બીજો મૃતક યુવક બનાસકાંઠાના થરાના ગામનો તાણા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટના ગુરૂવારના રોજ લગભગ બપોરના સમયે બની હતી. ત્રણ મિત્રો બાલીસણા-સંડેર હાઈવે ઉપર અલ્ટો કારમાં બેસીને જઈ રહ્યા હતા. આ દરમિયાન કારચાલક યુવકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર રોડની સાઇડના બાવળના ઝાડ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કારનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઇ ગયો હતો.

અકસ્માતમાં કારમાં આગળ બેઠેલા બંને મિત્રોને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર બંનેના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે પાછળ બેઠેલો એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો, આ કારણોસર તે ઘટના સ્થળે બેભાન થઈ ગયો હતો.

અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. તેઓએ આ ઘટનાની જાણ 108ની ટીમને કરી હતી કરી હતી. ત્યારબાદ 108 ની ટીમે ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ઈજાગ્રસ્ત થયેલા યુવકને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મહેસાણાથી એડમિશનનું કામ પતાવીને અલ્ટો કારમાં પરત ફરી રહેલા 3 મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, 2 મિત્રોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*