ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પાર્ટી પોતાનો પક્ષ મજબૂત કરવા માટે પ્રચાર કાર્ય શરૂ કરી દીધા છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ એક મહત્વની માહિતી આપતા જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટી લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, આજે અમને જણાવતા આનંદ થાય છે કે આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવ અને અરવિંદ કેજરીવાલજીની દિલ્હી સરકારના કામકાજથી પ્રભાવિત થઇને આજે ઘણા બધા મહાનુભાવો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. જેમાં મોટાભાગના ભાજપના નેતાઓ સામેલ છે. ગોપાલ ઈટાલીયાએ વધુમાં જણાવ્યું કે, જે લોકો ભાજપની અંદર ઈમાનદાર હતા, તે લોકો હવે ભ્રષ્ટ ભાજપને છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
આ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જેમના નામ નીચે મુજબ આપેલા છે.
૧) ડો.અમિતભાઈ દુબે, ઉપપ્રમુખ વોર્ડ નં. 29 (ભાજપ),
૨) રાજકુમાર સિંહ, પૂર્વ કોર્પોરેટર કનકપુર-કંસાડ નગરપાલિકા (ભાજપ),
૩) અરવિંદ તિવારી, પૂર્વ કોર્પોરેટર કનકપુર-કંસાડ નગરપાલિકા (ભાજપ),
૪) ઓમપ્રકાશ તિવારી પૂર્વ સભ્ય, પાલી ગ્રામ પંચાયત (ભાજપ),
૫) સરવન તિવારી ભૂતપૂર્વ સભ્ય, પાલી ગ્રામ પંચાયત (ભાજપ),
૬) રાજેશ શર્મા પ્રમુખ, હિંદુ યુવા સંઘ, ચોરાસી તાલુકા,
૭) ટી.એન. મિશ્રા પૂર્વ કન્વીનર કામદાર શેલ (ભાજપ),
૮) અજય દુબે પ્રમુખ, અજયધારા ફાઉન્ડેશન (ભાજપ),
૯) હરેશ રાજુભાઈ ભરવાડ સક્રિય સભ્ય ભાજપ, ભરવાડ સમાજના અગ્રણી,
૧૦) ઈર્શાદ ખાન (ભાડે ભાઈ) વરિષ્ઠ કોંગ્રેસ નેતા,
૧૧) અનિલ તિવારી ઉત્તર ભારતીય બ્રાહ્મણ સમાજ નેતા (ભાજપ),
૧૨) સંતોષ દુબે ઉત્તર ભારતીય બ્રાહ્મણ સમાજ નેતા (ભાજપ)
ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ દેશની સૌથી કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. આમ આદમી પાર્ટીમાં દેશની સેવા કરનાર લોકોને ખૂબ જ સન્માન આપવામાં આવે છે. આ તમામ લોકોને તેમની ક્ષમતા અનુસાર દેશની સેવા કરવા માટેની તક આપવામાં આવે છે. ગોપાલ ઇટાલીયા વધુમાં વાત કરતા જણાવ્યું કે, આજે અમારા માટે ગૌરવની વાત છે કે અમે ભારતીય જનતા પાર્ટીના ઈમાનદાર લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે સફળ રહ્યા છીએ.
ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે, પરંતુ જ્યારથી ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીએ સક્રિય થઇ છે ત્યારથી ભારતીય જનતા પાર્ટી નબળી પડી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી માત્રામાં વિભાગથી જ ડરે છે અને એ અમારા માટે ખુબ ગૌરવની વાત છે. ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ પોતે જ અમને મુખ્ય વિરોધી માની લીધા છે. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે આવનારી વિધાનસભાની ચૂંટણી માત્રને માત્ર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે યોજાવાની છે.
ગોપાલ ઇટાલીયાનું કહેવું છે કે, દિલ્હી સરકારના 7 વર્ષના કાર્યકાળ દરમિયાન દિલ્હીમાં આવેલા ઐતિહાસિક ફેરફાર સામે આજે ભાજપ સરકારના 27 વર્ષનો કાર્યકાળ ફિક્કો પડી રહ્યો છે. ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, ભાજપ સરકાર ગુજરાતમાં 27 વર્ષથી જનતા સાથે માત્ર અને માત્ર છેતરપિંડી કરી રહી છે એના કારણે હવે ભારતીય જનતા પાર્ટીના લોકો ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈને પ્રજાની સાચી સેવા કરી રહ્યા છે, તે અમારા માટે ખૂબ જ આનંદની વાત છે. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીના રૂપમાં એક નવો અને સારો વિકલ્પ મળ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો