સુરતમાં બહેનપણીની સગાઈ ના સમાચાર સાંભળીને એક યુવકે માનસિક તણાવમાં ગળાફાંસો ખાધો – જાણો સમગ્ર મામલો

Published on: 2:52 pm, Tue, 7 December 21

સુરતના પાંડેસરા રામેશ્વર નગર માં એક યુવકે ગળાફાંસો ખાઇ લીધો છે. મળતી માહિતી અનુસાર બહેનપણીની સગાઈ ના સમાચાર સાંભળીને યુવક માનસિક તણાવમાં આવી ગયો હતો અને તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર યુવક ચાર મહિના પહેલા યુવતી સાથે વાત કરતાં પકડાયો હતો.

ત્યારે યુવતીના પરિવારજનોએ મૃત્યુ પામેલા રાકેશ ની ધોલાઈ કરી હતી અને પોલીસને સોંપી દીધો હતો. મળતી માહિતી અનુસાર રાકેશ પોતાના પિતાના અવસાન બાદ હેર સલૂન ની દુકાન ચલાવતો હતો.

રાકેશ પોતાની માતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો રાકેશ સાત મહિનાથી ઘર પાસે રહેતી એક યુવતી ના પરિચય બાદ બન્ને વચ્ચે દોસ્તી થઈ ગઈ હતી.

ચાર મહિના પહેલા જ્યારે યુવતીએ રાકેશ ને મળવા બોલાવ્યો હતો. તે સમયે બંને પકડાઈ ગયા હતા. અને યુવતીના પરિવારે રાકેશની ધુલાઈ કરીને પોલીસને સોંપી દીધો હતો. મળતી માહિતી અનુસાર રાકેશ એક દિવસ જેલમાં પણ રહ્યો હતો.

મળતી માહિતી અનુસાર સોમવારના રોજ માતા ઘરના કામ થી બહાર ગઈ હતી. જ્યારે રાકેશ ઘરે એકલો હતો અને રાકેશને તેના એક મિત્રનો ફોન આવ્યો કે તેની બહેનપણીએ ની સગાઈ થઈ ગઈ છે. બસ ફોન પર આ વાત સાંભળ્યા બાદ રાખીશ કોઈને મળ્યો ન હતો.

જ્યારે સાંજે પાંચ વાગ્યે રાકેશ ની માતા ઘરે આવી ત્યારે રાકેશ તેને ગળાફાંસો ખાધેલી હાલતમાં દેખાયો. આ ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!