જે અમેરિકા જેવા દેશો પણ ના કરી શક્યા એ રાજ્યની ભુપેન્દ્ર સરકારે કરી બતાવ્યું,વાત જાણી તમારી પણ છાતી ગજગજ ફૂલશે

Published on: 11:46 am, Tue, 7 December 21

વિશ્વ વ્યાપી મહામારી કોરોના સામે ના રક્ષણાત્મક ઉપાય એવા કોરોના વેક્સિનેશન માં ગુજરાતે વિશ્વના વિકસિત રાષ્ટ્રો કરતાં પણ વધુ ડોઝ આપવાની વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા દર 100 ની વસ્તીએ ગુજરાતમાં 169.2 વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે.

જે વિશ્વના વિકસિત દેશો કરતાં પણ વધારે છે. ગુજરાતમાં રસીકરણ પાત્રતા ધરાવતા પ્રતિ 100 વ્યક્તિએ 169.2 વેક્સિન ડોઝ અપાયા છે તેની તુલનાએ ફ્રાન્સમાં 166.9,યુ.એસ.એ માં 138.4, જર્મનીમાં 153.6, કેનેડા 164.7,ઈટલી 159, નેધરલેન્ડ 168.8 ડોઝ ની સંખ્યા ધરાવે છે.

ગુજરાત કરતા જે રાષ્ટ્રમાં આવી સંખ્યા ઓછી છે તેમાં ફિનલેન્ડ 167.5,સ્વીડન 165.8,મેક્સિકો 157.9 તેમજ સ્વિઝરલેન્ડ 148.8,સાઉદી અરેબિયા 147.9,હંગેરી 137,વિયેટનામ 130.7 અને રશિયા 107.3 નો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શન હાથ ધરાયેલા હર ઘર દસ્તક અભિયાન ને ગુજરાતમાં સધન બનાવી આરોગ્ય કર્મચારીઓ અને ફન્ટલાઇન વર્કસની વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે આ અનોખી સિદ્ધિ માટે મુખ્યમંત્રીએ વડાપ્રધાન થી માંડી હેલ્થકેર વર્કર સુધીનો આભાર વ્યક્ત કર્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાત રસીકરણ મામલે દેશના અન્ય રાજ્યોની તુલનાએ પણ અગ્રણી રહ્યું છે. રસીકરણ શરૂ થતાની સાથે રાજ્ય સરકારના નિર્દેશથી ખૂબ જ અગ્રસિવ ટેસ્ટિંગ અને રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું.

બીજા વેવ દરમ્યાન પણ રસીકરણ અગ્રેશન જ ચાલુ રાખવામાં આવ્યું હતું. વિવિધ સોસાયટીઓમાં કેમ્પ કરીને અને ચાર રસ્તા ઉપર ટેસ્ટિંગ કેમ્પ માં પણ રસીકરણનો સાથોસાથ ચાલુ રાખવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!