ગુજરાતની ભાજપ સરકારે ગૌશાળા માટે 500 કરોડનું બજેટ બહાર પાડ્યું હતું, તો પણ આપ્યું નથી: મનીષ સિસોદિયા

Published on: 4:09 pm, Mon, 26 September 22

દિલ્હીના નાયાબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ એક મહત્વપૂર્ણ મુદા પર મીડિયાને સંબોધતા કહ્યું કે, બનાસકાંઠા સમગ્ર દેશમાં ગૌવંશની રાજધાની ગણાય છે. ગૌસેવાનું જેટલું કામ અહીંના લોકોએ કર્યું છે એટલું આખા દેશમાં કાંઈ નહીં થયું. અહીંની વિશાળ જન સંખ્યા ગૌ માતાની સેવા પર નિર્ભર છે. પરંતુ આ ખૂબ જ દૂરભાગ્યપૂર્ણ છે કે નમ પીવાયરસ પ્રત્યે કોઈ જવાબદારી લઈ રહ્યું નથી.

ગૌશાળામાં કોઈપણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નથી. મનીષ સિસોદિયા એ જણાવ્યું કે હજારો ગૌશાળાઓ અને બીજા તમામ ગો પાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકાર તરફથી કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવતી નથી. વધુમાં વાત કરતા મનીષ સિસોદિયા એ જણાવ્યું કે, ગુજરાતની ભાજપ સરકારે ગૌશાળા માટે 500 કરોડનું બજેટ જાહેર કર્યું હતું. પરંતુ હજુ સુધી આપવામાં આવ્યું નથી.

આપણા સમાજમાં ગૌદાનની પ્રથા રહી છે. આ કેવી સરકાર છે જે જાહેર કરે તે ગાય સેવા માટે 500 કરોડ રૂપિયા આપશે. પરંતુ જેઓ ગૌશાળા ના સેવકો છે, ગૌપાલકો તેઓ દરેક જગ્યાએ ઠોકર ખાઈ રહ્યા છે. મનીષ સિસોદિયા એ જણાવ્યું કે, સરકારે 500 કરોડ માંથી એક કરોડ રૂપિયા પણ નથી આપ્યા. સરકારે તાળીઓ મેળવવા માટે 500 કરોડની વાત કરી હતી. પરંતુ આજે આપણે સપ્ટેમ્બર મહિનો આવી ગયો તો પણ આજ દિન સુધીમાં એક પણ ગૌશાળાને એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી.

મનીષ સિસોદિયાએ કહ્યું કે, ગૌમાતાના નામ પર ક્યાંય કોઈ ખર્ચો કરવામાં આવ્યો નથી અને સરકાર તેનાથી પાછીપાની રહે છે જે ખૂબ જ ચિંતાજનક છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે, હું સરકારને માત્ર એટલું જ કહેવા માગું છું કે સરકારે નક્કી કરેલું ગૌશાળા નું બજેટ ગૌશાળાઓને આપી દેવું જોઈએ. તે તેમનો હક છે. ગાય દીધો છે પણ ખર્ચો થાય છે એ પણ આપવો જોઈએ. બીજું એકે લમપી વાયરસ માટે સરકારે તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ. કારણકે ગૌ સેવા ભારતની એક સંસ્કૃતિનો ભાગ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતની ભાજપ સરકારે ગૌશાળા માટે 500 કરોડનું બજેટ બહાર પાડ્યું હતું, તો પણ આપ્યું નથી: મનીષ સિસોદિયા"

Leave a comment

Your email address will not be published.


*