આ નાનકડા એવા ગામના વતની છે ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતેન કુમાર…! તો ચાલો જાણીએ તેમના જીવનની કેટલીક વાતો…

Published on: 10:33 am, Fri, 2 February 24

આપણે બોલીવુડના ઘણા હીરો અને હિરોઈનના જીવન વિશે સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે. ત્યારે આજે આપણે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર એવા હિતેન કુમારના જીવન વિશે કેટલીક વાતો કરવાના છીએ. સૌ લોકો જાણીએ જ છીએ કે, હિતેન કુમાર અત્યાર સુધીમાં ઘણી બધી હિટ ફિલ્મ આપી છે.

હિતેન કુમાર 70 થી વધુ નાટક અને 100 થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તો ચાલો જાણીએ તેને કુમારના જીવનની કેટલીક રસપ્રદ વાતો. હિતેન કુમારનું મૂળ વતન સુરત પાસે ગણદેવી નજીક આવેલું તોરણ ગામ છે.

પરંતુ હાલમાં હિતેન કુમાર પોતાની પત્ની અને પરિવારજનો સાથે મુંબઈમાં રહે છે. હિતેન કુમારના પિતાશ્રીનું નામ ઈશ્વરલાલ જગજીવનદાસ મહેતા છે. હિતેન કુમારને નાનપણથી જ અભિનયનો ખૂબ જ શોખ હતો.

પછી તેઓ પોતાના શોખ અને આવડતના કારણે અભિનયના ક્ષેત્રમાં આગળ વધ્યા હતા. હિતેનકુમાર 30 નવેમ્બર 1989 ના રોજ સોનલ સાથે લગ્ન કર્યા હતા. હિતેન કુમારના પત્ની સોનલ મહેતા એક એસ્ટ્રોલોજર અને ડિઝાઇનર છે.

હિતેન કુમારને પશુઓ પ્રત્યેક અનોખો પ્રેમ છે અને તેમને પોતાને ઇન્ટરવ્યૂમાં પણ કીધું હતું કે જો હું અભિનેતા ન હોત તો હું એક જાનવરનો ડોક્ટર હોત. હિતેન કુમાર ગુજરાતી ફિલ્મને અનેક હીટ ફિલ્મ આપેલી છે. 50થી પણ વધુ એવોર્ડ તેમને મળ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આ નાનકડા એવા ગામના વતની છે ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતેન કુમાર…! તો ચાલો જાણીએ તેમના જીવનની કેટલીક વાતો…"

Leave a comment

Your email address will not be published.


*