ખજૂરભાઈને દિલથી સલામ…! ખજૂરભાઈએ ગૌમાતા માટે એવી સેવા કરી કે… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…

Published on: 10:53 am, Fri, 2 February 24

ગુજરાતના લોકલાડીલા એવા ખજૂર ભાઈને તો આપણે સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. ખજૂરભાઈ હંમેશા પોતાના સેવાકીય કામના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. અત્યાર સુધીમાં ખજૂરભાઈ સેકડો ગરીબ લોકોને નવા ઘર બનાવી દીધા છે અને તેમના દુઃખ ભર્યા જીવનમાં ખુશીઓ ભરી દીધી છે.

એટલા માટે લોકો ખજૂર ભાઈને ગરીબોના મસિયા તરીકે પણ ઓળખે છે. ત્યારે આજથી ઘણા સમય પહેલા ખજૂર ભાઈનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. જેમાં ખજૂર ભાઈ ગૌમાતા માટે એવી સેવા કરે છે કે વીડિયો જોઈને તમે પણ વખાણ કરતા નહીં થાકો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ખજૂર ભાઈ અને તેમની ટીમ ગૌ માતાની સેવા કરવા માટે પહોંચી છે. ખજૂર ભાઈ ગૌમાતા માટે કોથળો ભરીને કાજુ, કિશમિશ અને બદામ લાવ્યા છે.

ત્યારબાદ ખજૂર ભાઈ આ તમામ ડ્રાયફ્રુટ ના ડબ્બા ખાલી કરવા લાગે છે. પછી બધી વસ્તુ મિક્સ કરે છે અને આ તમામ વસ્તુઓ ગાય માતાને ખવડાવે છે. ખજૂર ભાઈની સેવાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને લોકો ખૂબ જ ખુશ થઈ ગયા છે અને ખજૂર ભાઈના દિલથી વખાણ કરી રહ્યા છે.

આ વિડીયો ઘણા સમય પહેલાનો છે. પરંતુ અમે ફરી એક વખત તમારી સમક્ષ આ વિડીયો રજૂ કર્યો છે. વિડિયો khujurbhai_fen_page_video નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ખજૂરભાઈને દિલથી સલામ…! ખજૂરભાઈએ ગૌમાતા માટે એવી સેવા કરી કે… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*