હજારો શિક્ષકો માટે આવ્યા મોટા ખુશીના સમાચાર, આ નવા નિયમથી શિક્ષકોને થશે મોટો ફાયદો.

Published on: 6:07 pm, Mon, 21 December 20

રાજ્યની રૂપાણી સરકારે શિક્ષકોની બદલી ને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારથી રાજ્યના હજારો શિક્ષકોને લાભ થશે અને મહિલા શિક્ષકોની બદલીની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. રાજ્ય સરકારે રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાસહાયકોની બદલી માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

નવા નિયમ અનુસાર,હવે ધોરણ 1 થી 8 સળંગ એકમ નહીં ગણાય. ધો.1 થી 5 અને 6 થી 8 માં અલગ-અલગ સિનિયોરિટી ગણાશે. જેને લઇને પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલી માં સરળતા રહેશે. ગુજરાત સરકારની સચિવાલય સેવાઓ, ગુજરાત જાહેર સેવા આયોગ અને ગુજરાત હાઇકોર્ટ ની વિવિધ જગ્યાઓ માં નિમણૂક થયેલા.

કર્મચારી કે અધિકારીઓના નોકરીના 3 વર્ષ પૂર્ણ થયા બાદ તેમને શિક્ષક પત્ની કે પતિને બદલી નો લાભ આપવામાં આવશે.અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ખાલી જગ્યા ના આધારે નિમણૂક કરવામાં આવશે અને આ સિવાય જિલ્લાફેરબદલી સમયે મહિલાનો મોટો લાભ મળશે.

કે તેમના પ્રતિનિયુક્તિ દરમિયાન સ્થળ નહિ પરંતુ લગ્ન નોધણી સ્થળને ધ્યાનમાં લેવાશે. આનો લાભ તમામ શિક્ષક કર્મચારીની પત્ની ને થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હજારો શિક્ષકો માટે આવ્યા મોટા ખુશીના સમાચાર, આ નવા નિયમથી શિક્ષકોને થશે મોટો ફાયદો."

Leave a comment

Your email address will not be published.


*