કોરોના નવા રંગરૂપમાં પરિણમતા કેન્દ્રની મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય, આ વસ્તુ પર લાદયો પ્રતિબંધ

Published on: 5:32 pm, Mon, 21 December 20

યુરોપમાં કોરોના ના નવા સ્ત્રેન ના આગમનથી હાહાકાર મચી ગયો છે. જેના કારણે યુરોપના ઘણા દેશોએ બ્રિટનની ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સમાચાર બાદ ભારત સરકારે પણ 31 ડિસેમ્બર સુધી બ્રિટન થી આવતી તમામ ફ્લાઇટ પર પણ પ્રતિબંધ મુકાયો છે.આ પ્રતિબંધ આજે રાતે બાર વાગ્યાથી શરૂ થશે.તે પહેલા આવનારી ફ્લાઇટ ના તમામ મુસાફરો માટે RT PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.

ભારત સરકાર તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે બ્રિટનની હાલની પરિસ્થિતિને જોતા ભારત સરકારની આવનારી તમામ ફ્લાઈટ્સને 31 ડિસેમ્બર 2020 સુધી સ્થગિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને આ નિર્ણય આજે રાતે બાર વાગ્યે અમલ કરવામાં આવશે.

આવનારી તમામ ફ્લાઇટ્સના મુસાફરોને ફરજિયાત પણ RT PCR ટેસ્ટ કરવામાં આવશે. ભારતમાં સતત કોરોના કેસ વધતા અમુક રાજ્યમાં lockdown ની પરિસ્થિતિ પણ સર્જાય છે.

આના કારણે મોદી સરકાર દ્વારા એરલાઈન્સને લઈને આ મહત્ત્વનો નિર્ણય લેવાયો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!