કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર : બજારમાં કેરીના ભાવમાં થયો ઘટાડો, આ કારણોસર કેરીના ભાવ ઘટી રહ્યા છે…

Published on: 4:35 pm, Fri, 3 June 22

ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે કેરીના આંબાને ભારે એવું નુકસાન થયું હતું. આ કારણોસર કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું. તેથી ગયા વર્ષ કરતા આ વર્ષે કેરીના ભાવ બમણા જોવા મળ્યા હતા. ત્યારે હવે અમદાવાદના બજારમાં કેરીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાંભળીને તમને થોડીક નવાઈ લાગી હશે, પરંતુ તાલાલા ગીરની કેરી હવે અમદાવાદમાં સસ્તા ભાવે વેચાઇ રહી છે.

મળતી માહિતી અનુસાર 21 એપ્રિલ ની આસપાસ કેરીની પેટીનો ભાવ 1500 રૂપિયા ચાલી રહ્યો હતો. આ ભાવ ગયા વર્ષ કરતાં બમણો હતો. ત્યારે હવે કેરીના ભાવમાં ઘટાડો થયો છે. ભાવ ઘટતા જ કેરીની એક પેટીનો ભાવ 1000 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. કેરીના ભાવ ઘટવા પાછળ ઘણા કારણો છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના પ્રહલાદનગર રોડ અને વાસ્ત્રપુર ખાતે હવે ખેડૂતો ગ્રાહકોને સીધું કેરીનું વેચાણ કરી રહ્યા છે. કેરીનો ભાવ ખૂબ જ સસ્તો મળતા મોટી સંખ્યામાં લોકો અહીં ખેડૂતો પાસેથી કેરીની ખરીદી કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આશરે છેલ્લા એક મહિનાથી ખેડૂતો અહીંયા કેરીનું વેચાણ કરી રહ્યા છે.

ખેડૂતો સીધા ગ્રાહકોને કેરીનું વેચાણ કરી રહ્યા છે. આ કારણોસર ગ્રાહકોને કેરીનો ભાવ સસ્તો મળી રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતોની કેરી નો માલ પણ ખાલી થઈ રહ્યો છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકો કેરીની ખરીદી કરવા આવે છે. અહીં કેરીની એક પેટીનો ભાવ લગભગ 1000 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે.

જ્યારે કેટલીક જગ્યા પર હજુ પણ કેરીનો એક પેટીનો ભાવ 1500 રૂપિયા ચાલી રહ્યો છે. એક ખેડૂતે જણાવ્યું કે તેઓ છેલ્લા એક મહિનાથી ગીરની કેરી અહીં વેચી રહ્યા છે. હવે તેઓ કેરીનો ભાવ વધારી ન શકે કારણ કે ચોમાસું નજીક આવી રહ્યું છે. આ કારણોસર બજારમાં કેરીનો ભાવ સસ્તો જોવા મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!