લ્યો બોલો..! ઘરે કથા કરવા બોલાવેલા કથાકારનો શિષ્ય ઘરના યજમાનની પત્ની સાથે રફુચક્કર થઈ ગયો…

Published on: 3:31 pm, Mon, 15 May 23

આપણે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો જોયા હશે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના(Madhya Pradesh) છત્તરપુર(Chhatarpur) જિલ્લામાં સામે આવ્યો છે. આ મામલો પંડિત ધીરેન્દ્ર આચાર્યના શિષ્ય સાથે સંબંધિત છે, તેમના એક શિષ્ય નરોત્તમદાસ દુબે છે. જેવો છતરપુર જિલ્લાના ગામમાં કથા કરવા ગયા હતા, રાહુલ તિવારી નામનો વ્યક્તિ ગામમાં યજમાન હતો.

નરોત્તમદાસ દુબે એ કથા દરમિયાન યજમાનની પત્ની નો ફોન નંબર લીધો હતો, યજમાન ની પત્ની શિષ્ય નરોતમદાસ ના પ્રેમમાં પડી ગઈ હતી. તેની શરૂઆત 2021 માં થઈ હતી, બંને એકબીજાની સાથે ફોનમાં વાતો કરતા હતા. 5 એપ્રિલ 2022 ના રોજ કથાકાર નરોત્તમદાસ યજમાનાની પત્ની સાથે ભાગી ગયો હતો. એક મહિના સુધી પતિ તેની પત્નીના પરત આવવાની રાહ જોતો રહ્યો, પરંતુ પત્ની પાછી આવી ન હતી.

ત્યારે પતિ છત્તરપુર એસીપીને મળ્યો અને કથાકાર વિરુદ્ધ એફ. આર. આઈ નોંધાવી હતી. પોલીસ આરોપી નરોતમને શોધી રહી છે, જ્યારે મહિલાને એક બાળક છે, મહિલાના પતિએ જણાવ્યું કે અમે શહેર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. મહિલા બે દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં પોલીસ સમક્ષ હાજર થઈ હતી, છતરપુર પોલીસે મહિલાના પતિને પણ બોલાવ્યો હતો.

મહિલાએ પોલીસની સામે પતિને કહ્યું કે હું તમારી સાથે રહેવા માંગતી નથી, પતિએ જણાવ્યું કે આરોપી નરોતમદાસ ચિત્રકૂટમાં રહેતા જગદગુરુ ધીરેન્દ્ર ચાર્યાનો શિષ્ય છે. તેણે કથા માટે બોલાવ્યો હતો, પતિએ કહ્યું કે બંને ભાગી ગયા અને લગ્ન કરી લીધા છે. તેના પતિના કહેવા પ્રમાણે તેના લગ્ન 2014માં થયા હતા, તેમને આઠ વર્ષનો એક છોકરો છે. ઘરમાંથી દાગીના અને 80,000 રૂપિયા લઈને તેની પત્ની કથાકાર સાથે ફરાર થઈ ગઈ હતી.

તેણે તેની સાથે લગ્ન પણ કર્યા છે, જ્વેલરી ની કિંમત લગભગ અઢી લાખ રૂપિયા છે. વધુમાં પતિએ કહ્યું કે હું મારી પત્નીને મારી સાથે રાખવા માંગતો નથી, પરંતુ કથાકારને સજા થવી જોઈએ. છતરપુર ના એસીપી અમિત સાંઘીએ જણાવ્યું કે મહિલા કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગઈ હતી.

ગુમ થયાની ફરિયાદ કોતવાલીમાં નોંધવામાં આવી હતી, એસ. ડી. એમ સમક્ષ તે મહિલાનું નિવેદન લેવામાં આવ્યું છે. મહિલાએ જણાવ્યું કે તેનો પતિ તેને હેરાન કરતો હતો તેથી તે ઘર છોડીને ચાલી ગઈ છે. હજુ સુધી કઈ સાબિત થયું નથી, તપાસ ચાલી રહી છે જો કોઈ કોગ્નિઝેબલ ગુનો હશે તો કાર્યવાહી કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો