રાજકોટમાં વહેલી સવારે ઝડપી મર્સિડિઝ કાર એક બાઈક સવાર યુવકને ફૂટબોલની જેમ હવામાં ઉડાડ્યો, બાઈકસવાર યુવકનું ઘટના સ્થળે મોત…

Published on: 4:07 pm, Mon, 15 May 23

રાજકોટ(Rajkot): શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વહેલી સવારે શીતલપાર્ક ચોક નજીક પૂરપાડ ઝડપે આવતી એક કારે બાઈક સવાર વ્યક્તિને અડફેટેમાં લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં બાઈક સવાર યુવકનું કરુણ મોત થયું હતું.

વહેલી સવારે થોડુંક અંધારું હોવાના કારણે અહીંથી વાહનોની અવરજવર ખૂબ જ ઓછી હતી. જેના કારણે કાર ચાલક ઘટના સ્થળે જ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર વહેલી સવારે એક યુવક રામાપીર ચોકડી બ્રિજ પરથી ઉતરી રહ્યો હતો.

આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી એક મર્સિડિઝ કારે બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર યુવક ફૂટબોલની જેમ હવામાં ફંગોળ આવીને જમીન પર પડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં બાઇક સવાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો આ કારણોસર તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો કાર ચાલક ઘટના સ્થળે જ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. કારમાં એક યુવતી પણ સવાર હતી તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે. ત્યારબાદ ઘટના સ્થળે હાજર લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન મૃત્યુ પામેલા યુવકનું નામ મયુરભાઈ તુલસીદાસ તન્ના હોવાનું સામે આવી રહ્યું છે.

પોલીસે કારના નંબરના આધારે કારચાલકની ઓળખ કરવાનું ચાલુ કર્યું ત્યારે જાણવા મળ્યું કે કાર વિરેન જસાણી નામના વ્યક્તિના નામે રજીસ્ટર છે. પરંતુ તેમને આ કાર પરેશ ડોડીયા નામના વ્યક્તિને વેચી દીધી હતી તેવું પણ જાણવા મળી રહ્યું છે. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો