આરોપીઓએ જાહેરમાં મહિલા સરપંચના પતિનો જીવ લઈ લીધો, બાઈકનો પીછો કરી માથામાં 4 ગોળીઓ… જુઓ ઘટનાનો LIVE વિડિયો…

Published on: 1:33 pm, Mon, 15 May 23

હાલમાં બનેલી એક જીવ લેવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઘટનામાં કેટલાક આરોપીઓએ બજારની વચ્ચોવચ એક મહિલા સરપંચના પતિ ઉપર ગોળી ચલાવીને તેનો જીવ લાવી દીધો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બિહારના(Bihar) આરામાં બની હતી. પશ્ચિમ ગુંડી પંચાયતના પ્રમુખ અમરાવતી દેવીના પતિ મુન્ના યાદવનો કેટલાક આરોપીઓએ પીછો કરીને તેમનો જાહેરમાં જીવ લઇ લીધો હતો.

ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે મુન્ના યાદવ બાઈક પર સવાર થઈને જતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બે આરોપીઓ મુન્ના યાદવની બાઈકની પાછળ દોડતા નજરે પડી રહ્યા છે. ત્યારે આરોપી મુન્ના યાદવ ઉપર ગોળીઓ ચલાવે છે. આ કારણસર મુન્ના યાદવ તેમના બુલેટ પરથી નીચે રોડ ઉપર પડી જાય છે.

ત્યાર પછી એક આરોપી મુન્ના યાદવના માથાના ભાગ ઉપર ગોળી ચલાવે છે. પછી પાછળથી આવેલો અન્ય એક આરોપી પણ માથા ઉપર ગોળીઓ ચલાવે છે. આરોપીઓએ મુન્ના યાદવના માથા ઉપર ચાર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો હતો અને ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ આરોપીઓના ઘર ઉપર ગુસ્સે ભરાયેલા લોકોએ તોડફોડ કરી હતી. ગુસ્સામાં ભરાયેલા લોકોએ આરોપીઓના ઘરમાંથી સામાન બહાર કાઢીને સળગાવી દીધો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે રવિવારના રોજ સવારે મુન્ના યાદવ પંચાયતી કરવા માટે બુલેટ પર સવાર થઈને કૃષ્ણગઢ પોલીસ સ્ટેશન ગયા હતા. પંચાયતી કરીને તેઓ ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં આરોપીઓએ તેમનો જીવ લઈ લીધો હતો. આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

ગયા વર્ષે આરોપીઓએ હોળીના દિવસે મૃત્યુ પામેલા વ્યક્તિની પત્ની ઉપર ગોળીઓ ચલાવી હતી. આ દરમિયાન પત્નીને ચાર ગોળીઓ વાગી હતી અને ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનો જીવ બચી ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે હોળીના દિવસે રંગ સાથે રમવાની બાબતમાં ઝઘડો થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો