માજી ધારાસભ્ય અને રીબડાના વતની મહિપતસિંહ જાડેજાનું નિધન, ક્ષત્રિય સમાજ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…’ઓમ શાંતિ’

Published on: 10:25 am, Wed, 1 February 23

રાજકોટ શહેરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં આજરોજ વહેલી સવારે રીબડાના વતની મહિપતસિંહ જાડેજાનું નિધન થયું છે. તેમના મૃત્યુના સમાચાર મળતા જ સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી જોવા મળી છે. મિત્રો તમને જણાવી દઈએ કે મહિપતસિંહ જાડેજા ગુજરાતના ટોચના ક્ષત્રિય સમાજના આગેવાન હતા.

મહિપતસિંહ જાડેજા ગોંડલના રીબડાના વતની હતા. તેમનું સૌરાષ્ટ્રના રાજકારણમાં ખૂબ જ મોટું નામ હતું. તમને જણાવી દઈએ કે, એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષના ધારાસભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઈને આવ્યા હતા. મહિપતસિંહ જાડેજા ધારાસભ્ય કાળ દરમિયાન સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા.

આ ઉપરાંત તેઓએ ક્ષત્રિય સેનાની સ્થાપના પણ કરી છે અને જેના તેઓ પ્રમુખ પણ બન્યા હતા. માજી ધારાસભ્ય ની સાથે મહિપતસિંહ જાડેજા ક્ષત્રિય સમાજના ટોચના આગેવાન પણ હતા. તેમનો મૃત્યુ થતાં જ સમગ્ર ક્ષત્રિય સમાજમાં માતમ છવાઈ ગયો છે.

ગોંડલના પૂર્વ ધારાસભ્યએ જીવતા જગતિયું કરવાનું નક્કી કર્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને અનિરુદ્ધસિંહના પિતા મહિપતસિંહ જાડેજાએ પોતાના 83માં જન્મદિવસના દિવસે પોતાના જીવતા મરસિયા સાંભળવાનું મન બનાવ્યું હતું. આ માટે તો ગોંડલના રીબડામાં 24 મે 2019 ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

છોડીને જતી રહે ત્યારે તેની સાથે સાથે મહિપતસિંહ જાડેજાએ રીબડાની 111 દીકરીઓને કન્યાદાન પણ આપ્યું હતું. ક્ષત્રિય સમાજના મહિપતસિંહ જાડેજા માટે લોકસાહિત્યના 12 જેટલા કવિઓએ આ મરસિયા ગયા હતા. મહિપતસિંહ જાડેજાનું મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માજી ધારાસભ્ય અને રીબડાના વતની મહિપતસિંહ જાડેજાનું નિધન, ક્ષત્રિય સમાજ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…’ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*