સુરતમાં ગુજરાતના સૌથી મોંઘા અને સૌથી મોટા લગ્ન થયા..! લગ્નમાં એવું અદભુત અને જોરદાર ડેકોરેશન કરવામાં આવ્યું કે… જુઓ લગ્નનો અદભુત વિડીયો…

Published on: 6:16 pm, Tue, 31 January 23

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે થોડાક દિવસો પહેલા સુરત શહેરમાં ડુમસ રોડ ઉપર યોજાયેલા એક લગ્નની ચર્ચા હાલમાં સોશિયલ મીડિયા પર ચારે બાજુ ચાલી રહે છે. આ લગ્નમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ, ક્રિકેટ જગતના ભગવાન એટલે કે સચિન તેંડુલકર અને તેમની અંજલી તેંડુલકર. આ ઉપરાંત ઘણા મોટા મોટા બોલીવુડ સુપરસ્ટાર પણ હાજર રહ્યા હતા.

લગ્નમાં આવતા તમામ મહેમાનો ચારધામની યાત્રા કરવા આવ્યા છે તેઓ અનોખ સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે આ લગ્ન સુરતના જાણીતા રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈની ભત્રીજી અને વિજય દેસાઈની દીકરીના હતા. હાલમાં આ લગ્નની ચર્ચાઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલી રહી છે. જયેશ દેસાઈ પોતાની દીકરીના લગ્નમાં અદભુત અને ખૂબ જ સુંદર સેટ તૈયાર કરવા માટે કરોડો રૂપિયા વાપરી નાખ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Thesuratmedia (@thesuratmedia)

જેના ફોટા પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 27 જાન્યુઆરીના રોજ સુરતના ડુમસ રોડ ખાતે આવેલા પાર્ટી પ્લોટમાં આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરતમાં યોજાયેલા લગ્ન ગુજરાતના સૌથી મોટા અને મોંઘા લગ્ન હતા. મિત્રો તમને જણાવી દઈએ કે લગ્ન સ્થળ પર વિશાળ મંદિરોનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે.

જેમાં ચાર જ્યોતિર્લિંગો બનાવવામાં આવી હતી. આ ઉપરાંત ઉજ્જૈનનું મહાકાલનું મંદિર, ઉત્તરાખંડનું કેદારનાથનું મંદિર, ગીર સોમનાથનું મંદિર અને આંધ્ર પ્રદેશનું મલ્લિકાજુન મંદિર બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત શંકરાચાર્યના ચાર મઠ જેમાં દ્વારકા, જગન્નાથપુરી, રામેશ્વર અને બદ્રીનાથનો પણ સમાવેશ થાય છે. આ ખૂબ જ સુંદર લગ્ન મંડપનો સેઠ તૈયાર કરવા માટે પીવીસી, પીઓપી અને થર્મોકોલનો ઉપયોગ કરાયો છે.

મળતી માહિતી અનુસાર 25 વીઘાની જગ્યામાં લગ્નનું આયોજન કરાયું હતું. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 3 મહિનાથી અહીં 300 મજૂરો કામ કરી રહ્યા હતા. આ લગ્નનો જમણવારનો કોન્ટ્રાક્ટ લાખાણી કેટરર્સને આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત લગ્ન પ્રસંગનો ઇવેન્ટનું મેનેજમેન્ટ મુંબઈની એક કંપનીને આપવામાં આવ્યું હતું.

800 ફેમિલીને કંકોત્રી આપીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ખાસ મહેમાનોને આમંત્રણ આપવા માટે સ્પેશિયલ 35,000 ની કંકોત્રી બનાવવામાં આવી હતી. આ ઉપરાંત લગ્નમાં યોગગુરૂ બાબા રામદેવ અને કથાકાર રમેશભાઈ ઓઝા પણ હાજર રહ્યા હતા. હાલમાં સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં આ જ લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં ગુજરાતના સૌથી મોંઘા અને સૌથી મોટા લગ્ન થયા..! લગ્નમાં એવું અદભુત અને જોરદાર ડેકોરેશન કરવામાં આવ્યું કે… જુઓ લગ્નનો અદભુત વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*