“કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો…” બોટાદમાં મોટી ઉંમરના ઢાંઢાએ માત્ર 9 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવ્યો, પછી દીકરીને લઈ જઈને એક જગ્યા પર…

Published on: 11:05 am, Wed, 1 February 23

આજથી લગભગ 15 દિવસ પહેલા બોટાદમાં એક કાળજુ કંપાવી દેનારી ઘટના બની હતી. આ ઘટનામાં એક નરાધમ યુવકે માત્ર 9 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવ્યો હતો. દીકરીનું મૃતદેહ શહેરના ઢાંકણીયા રોડ ઉપર આવેલી આઈટીઆઈના ખૂણા પાસે એક અવાવરૂ જગ્યામાંથી મળી આવ્યું હતું. મૃત્યુ પામેલી દીકરીનું નામ આરતી (નામ બદલાયું છે) હતું.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 15 જાન્યુઆરીના રોજ એટલે કે વાસી ઉતરાયણના દિવસે સાંજ થઈ ગઈ છતાં પણ નવ વર્ષની દીકરી ઘરે આવી ન હતી. જેથી દીકરીના માતા પિતાને તેની ખૂબ જ ચિંતા થવા લાગી હતી. પરિવારના સભ્યોએ અને પડોશીઓએ મળીને અલગ અલગ જગ્યા પર દીકરીની શોધખોળ શરૂ કરી દીધી. આટલો જણાય પરંતુ પરિવારના લોકોએ સગા સંબંધીઓને ફોન કરીને પણ પૂછપરછ કરી.

પરંતુ દીકરીનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. છતાં પણ પરિવારના લોકોએ દીકરીની શોધખોળ શરૂ રાખી. દીકરીને શોધતા શોધતા માતા-પિતા આઈ.ટી.આઈ ના ખૂણા પાસે એક જગ્યા પર પહોંચ્યા. ત્યાં જેવી ટોચ કરી તો એક નરાધમ ત્યાંથી દોડીને ભાગી ગયો. જેથી માતા પિતાને શંકા ગઈ એટલે માતા પિતાએ ત્યાં તપાસ કરી હતી.

નજીક જઈને જોયું ત્યારે માતા પિતાને મોટો ધ્રાસ્કો લાગ્યો હતો. કારણ કે પોતાની નવ વર્ષની દીકરી એવી હાલતમાં ત્યાં પડેલી હતી કે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. માતા પિતાએ જોયું ત્યારે માસુમ દિકરીના શરીર પર અડધા કપડાં ન હતા. દીકરી કોઈ પણ પ્રકારનું હલનચલન પણ કરતી ન હતી. ત્યારબાદ માતાએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે જોયું ત્યારે માસુમ દિકરીના ગુપ્તાંગ ભાગ પર ગંભીર ઈજા પહોંચતી હતી. ત્યારબાદ માતા પિતા અને પોલીસ માસુમ દીકરીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ માતા પિતાને ખૂબ જ મોટો અખાત લાગ્યો હતો.

ત્યારે આ ઘટનાને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માસુમ દિકરીને પોતાનો હવસનો શિકાર બનાવનાર બીજું કોઈ નહીં. પરંતુ દીકરીની બાજુમાં રહેતા રાજેશ ચૌહાણ નામનો નરાધમ વ્યક્તિ હતો. મળતી માહિતી અનુસાર રાજેશ ચૌહાણ દીકરીને પોતાનો હવસનો શિકાર બનાવ્યો હતો. દીકરી બુમાબુમ ન કરે એટલા માટે તેના મોઢામાં ડૂચો ભરી દીધો હતો. આ સહન ન થતાં માસુમ દિકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. માસુમ દીકરીને ન્યાય મળે તે માટે રાજકોટમાં દેવીપુજક સમાજ દ્વારા એક જંગે રેલી પણ કાઢવામાં આવી હતી.

દીકરીના પિતાએ જણાવ્યું કે, વાસી ઉતરાયણ ના દિવસે સાંજે ચાર વાગ્યાની આસપાસ દીકરી પતંગ લેવા માટે જઉં છું તેમ કહીને ઘરેથી નીકળી હતી. પછી દીકરી પાછી આવી ન હતી. સાંજે આઠ વાગ્યાની આસપાસ દીકરીનું મૃતદેહ મળી આવ્યું હતું. પોલીસે આરોપી રાજેશ ચૌહાણને પકડી લીધો છે અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "“કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો…” બોટાદમાં મોટી ઉંમરના ઢાંઢાએ માત્ર 9 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવ્યો, પછી દીકરીને લઈ જઈને એક જગ્યા પર…"

Leave a comment

Your email address will not be published.


*