ગુજરાતની આ દીકરીને બે હાથ ન હોવા છતાં પણ, દીકરીએ ધોરણ 12 કોમર્સમાં 91.09 ટકા લાવીને માતા-પિતાનું નામ રોશન કર્યું…

Published on: 6:04 pm, Wed, 8 June 22

આજે આપણે એક એવી દિવ્યાંગ દિકરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ સારું પરિણામ મેળવી પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. પોતાના માતા પિતાને ગર્વ થયો.ભાવના ગુરુકૃપા સોસાયટીમાં રહે છે પંચમહાલના હાલોલ ની દીકરી કે જેણે એ જેને ધોરણ 12 માં ખૂબ જ સારું પરિણામ મેળવીને પરિવારની સાથે સાથે જિલ્લાનું નામ રોશન કર્યું છે.

તમને જણાવી દઈએ કે જ્યારે તે ધોરણ બે માં હતી ત્યારે ઉત્તરાયણના પર્વ દરમ્યાન પતંગ ચગાવતા વખતે વીજ કરંટ લાગવાથી તેને પોતાના બંને હાથ ગુમાવ્યા હતા. આ બાળકી પોતાની પરિસ્થિતિથી હાર માન્યા વગર આગળ વધતી ગઈ અને આજે સારું એવું પરિણામ મેળવીને પરિવારની ખુશીમાં વધારો કર્યો છે.

આ સાંભળીને આપણી તો રૂહ પણ કંપી ઊઠે બંને હાથ ન હોવા છતાં આ દીકરી એ ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી છે. તેને પહેલેથી જ ભણવામાં ખૂબ જ રસ હતો. જેથી ધોરણ 12 કોમર્સ માટેની ખુબ જ મહેનત કરી નહીં 91.07 ટકા રિઝલ્ટ હાંસલ કર્યું છે.

દીકરીનું આ પરિણામ જોઈને પરિવાર પણ ખૂબ જ ખુશ થયો હતો અને મિઠાઇ ખવડાવીને તેને આશીર્વાદ આપ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલી આ દીકરી હોસ્પિટલથી ઘરે આવ્યા બાદ થોડો આરામ કર્યો હતો અને પછી તરત જ તેની પોતાનો અભ્યાસ આગળ વધાર્યો હતો.

તેણે લખવાની પણ ખૂબ જ પ્રેક્ટિસ કરી અને ધીમે ધીમે તેની સ્પીડમાં વધારો થવા લાગ્યો. ભણવામાં રુચિ ધરાવનારા આ દીકરી આ દીકરીનું એક જ લક્ષ્ય હતું પોતાના પરિવારને ગૌરવની અનુભૂતિ કરાવે. તેણે પોતાના એક લક્ષને ધ્યાને રાખી ખૂબ જ મહેનત કરી હતી અને હાલ તેની પોતાની મહેનતનું ફળ પ્રાપ્ત થયું.

આ દીકરીનું નામ છે સ્નેહા રાઠવા અને હાલ સુરત ખાતે આવેલા ડીસેબલ વાઇફાઇ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળામાં ધોરણ આઠ થી અભ્યાસ કર્યો હતો. તેણીએ વર્ષ 2022 માં ધોરણ12ની પરીક્ષા આપી હતી પોતે દિવ્યાંગ હોવા છતાં ખૂબ જ મહેનત કરીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતની આ દીકરીને બે હાથ ન હોવા છતાં પણ, દીકરીએ ધોરણ 12 કોમર્સમાં 91.09 ટકા લાવીને માતા-પિતાનું નામ રોશન કર્યું…"

Leave a comment

Your email address will not be published.


*