બસ ચાલકની બેદરકારીના કારણે સગા ભાઈ-બહેને પોતાનો જીવ ગુમાવ્યો, એક સાથે બંનેની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું… ભગવાન આવા દિવસો કોઈ માં-બાપને ન બતાવે…

Published on: 5:38 pm, Mon, 21 November 22

ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

આ અકસ્માતની ઘટનામાં ભાઈ અને બહેને પોતાનો જીવ ગુમાવ્યો છે. એક જ દિવસે એક સાથે ભાઈ બહેનનું મોત થતા ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના આજરોજ ગોરખપુરમાં બની હતી. ભાઈ પોતાની બહેનને બાઈક પર લઈને ગોરખપુર જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં એક રોડવેઝ બસે તેમને જોરદાર ટક્કર લગાવી હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ બસનો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું. અકસ્માતની ઘટનામાં ભાઈ બહેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ કારણોસર બંનેના કરુણ મહત્વની પછી આવ્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

વિગતવાર વાત કરીએ તો આજ રોજ સવારે 20 વર્ષનો નીતિશ પોતાની 22 વર્ષની બહેન નિશા સાથે બાઈક પર ગોરખપુર જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં પાછળથી આવતી ઝડપી રોડવેઝ બસે તેમની બાઈક અને ટક્કર લગાવી હતી. જેના કારણે બાઇક પર સવાર ભાઈ-બહેન બસની નીચે કચડાઈ ગયા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. લોકો બસ ડ્રાઈવરને પકડે તે પહેલા તો બસ ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ બસ નંબર UP 50 BT 4624 નોંધ્યો હતો. લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ મૃત્યુ પામેલા બંને ભાઈ બહેનને એમ્બ્યુલન્સમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને થતા ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. એક જ દિવસે ભાઈ બહેનનું મોત થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. હવે બંનેને એક સાથે અર્થે ઉઠશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બસ ચાલકની બેદરકારીના કારણે સગા ભાઈ-બહેને પોતાનો જીવ ગુમાવ્યો, એક સાથે બંનેની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું… ભગવાન આવા દિવસો કોઈ માં-બાપને ન બતાવે…"

Leave a comment

Your email address will not be published.


*