બસ ચાલકની ભૂલના કારણે બાઈક સવાર યુવક ટ્રકની નીચે કચડાઈ ગયો, યુવકનું ઘટના સ્થળે મૃત્યુ – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

Published on: 6:13 pm, Tue, 9 August 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. જ્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને તમારા આપણે રુવાટા ઉભા થઈ જશે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં બાઈક સવાર યુવક એક ટ્રકની નીચે આવી ગયો હતો.

જેના કારણે યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યું છે.

આ ગંભીર અકસ્માતની ઘટના ઝુંઝુનુંમાં બની હતી અને સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ આસિફ તરીકે થાય છે. તેની ઉંમર 30 વર્ષની હતી. મૃત્યુ પામેલો યુવક મેડિકલ શોપ માં નોકરી કરતો હતો.

સમગ્ર ઘટનાને લઈને ઘટના સ્થળે હાજર લોકોનું કહેવું છે કે, ઓફિસ બાઈક પર સવાર થઈને પંચદેવ મહાદેવ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ગુઢા મોર તરફથી એક બસ અને ટ્રક આવી રહ્યા હતા. સ્કૂલ બસ ટ્રકની પાછળ પાછળ આવી રહી હતી. આ દરમિયાન સ્કૂલ બસ ચાલક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે.

ત્યારે બસ સામેથી આવતા બાઈક ચાલકને ટક્કર લગાવે છે. ટક્કરના કારણે બાઇક સવાર યુવક ટ્રકની નીચે આવી જાય છે. આ ઘટનામાં ટ્રકે યુવકનું માથું કચડી નાખ્યું હતું. જેના કારણે યુવકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં પોલીસે સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આસિફના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બસ ચાલકની ભૂલના કારણે બાઈક સવાર યુવક ટ્રકની નીચે કચડાઈ ગયો, યુવકનું ઘટના સ્થળે મૃત્યુ – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*