અરે બાપ રે બાપ…! વિચિત્ર બીમારીના કારણે આ માસુમ બાળકીનું શરીર ધીમે ધીમે બની રહ્યું છે વૃક્ષ…

Published on: 12:45 pm, Wed, 6 December 23

મિત્રો આજના આધુનિક યુગમાં ઘણા એવા લોકો છે જેવો વિચિત્ર બીમારીનો ભોગ બની રહ્યા છે. ઘણા લોકોને કેટલીક એવી વિચિત્ર બીમારી થતી હોય છે કે જેનો કોઈ ઈલાજ જ હોતો નથી. ત્યારે આજે અમે તમને એવી જ એક વિચિત્ર બીમારી વિશે વાત કરવાના છીએ જેના વિશે સાંભળીને તમારા રુવાડા પણ બેઠા થઈ જશે.

બીમારી વિશે વાત કરીએ તો આ બીમારી એક માસુમ દીકરીને થઈ છે. જે જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. આ વિચિત્ર બીમારીને એપિડર્મોડિસ્પ્લેસિયા વેરુસિફોર્મિસ કહેવામાં આવે છે. મિત્રો આ બીમારીનો ભોગ બનેલી આ પહેલી દીકરી નથી.

પરંતુ છ થી આઠ લોકો પહેલા પણ આ વિચિત્ર બીમારીનો શિકાર બની ગયા છે. આ બીમારી બાંગ્લાદેશની છ વર્ષની દીકરી સુહાનીને થઈ હતી. મળતી માહિતી અનુસાર ઘણા સમય પહેલા સુહાનીના મોઢા પર અચાનક જ કાંઈક વિચિત્ર વસ્તુ નીકળવાનું શરૂ થઈ ગયું હતું.

પિતાએ દીકરીની બીમારી જોઈને ગામના ડોક્ટરને બતાવ્યું પરંતુ દીકરીની બીમારી નો કોઈ પણ પ્રકારનો ઈલાજ આવ્યો નહીં. પછી તો થોડાક જ દિવસોમાં દીકરીના આખા મોઢા પર વિચિત્ર વસ્તુઓ નીકળી ગઈ.

દીકરીની આ બીમારી જોઈને તેના પરિવારના સભ્યો અને ગામના લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા. બીમારી એટલી વિચિત્ર હતી કે ગામના લોકોએ મળીને દીકરી અને તેના પિતાને ગામની બહાર કાઢી મૂક્યા હતા. દીકરીના ચહેરા પર જાણે ઝાડ ન ઉગતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

બીમારીના કારણે દીકરીને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલમાં તો દીકરીની બીમારીની ઈલાજ ચાલુ છે. હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે દીકરી આવી ચિત્ર બીમારીમાંથી મુક્ત થાય છે કે નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "અરે બાપ રે બાપ…! વિચિત્ર બીમારીના કારણે આ માસુમ બાળકીનું શરીર ધીમે ધીમે બની રહ્યું છે વૃક્ષ…"

Leave a comment

Your email address will not be published.


*