નશામાં મળ્યું મૃત્યુ : સુરતનો આ યુવક દેશી દારૂ પીને ભુલ્યો ભાન, પાણીની જગ્યાએ ભુલમાં એસિડ પીધું – યુવકનું મૃત્યુ…

Published on: 11:55 am, Mon, 17 January 22

હાલમાં સુરતમાં બનેલી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહી દેશી દારૂના નશામાં એક યુવકે ભૂલમાં પાણીની જગ્યાએ એસિડ પી લીધું હતું તેના કારણે તેનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ જીતેન્દ્ર હતું.

તે ઓડિશાનો રહેવાસી હતો. જીતેન્દ્ર પોતાના પરિવારનો એકનો એક આર્થિક સહારો હતો. જીતેન્દ્રના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર જીતેન્દ્ર ત્રણ મહિના પહેલા રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો.

જીતેન્દ્રના પિતાના મૃત્યુ બાદ તે તેના પરિવારનો એકનો એક આર્થિક સહારો હતો. મળતી માહિતી અનુસાર જીતેન્દ્રએ દારૂના નશામાં એસિડ પી લીધા બાદ તેણે કહ્યું કે, મેં એસિડ પી લીધું છે, જીતેન્દ્રની આ વાત સાંભળીને તેના રૂમ પાટનર ચોંકી ગયા હતા.

ત્યારબાદ તેની સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. 22 વર્ષના જીતેન્દ્ર ના મૃત્યુ ની ખબર તેના વતનમાં પડતા પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

જીતેન્દ્ર સુરતમાં સંચાના કારખાનામાં સંચા કારીગર તરીકે કામ કરતો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારના રોજ રાત્રીના સમયે બની હતી. સમગ્ર ઘટનાને લઇને પાંડેસરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નશામાં મળ્યું મૃત્યુ : સુરતનો આ યુવક દેશી દારૂ પીને ભુલ્યો ભાન, પાણીની જગ્યાએ ભુલમાં એસિડ પીધું – યુવકનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*