દીકરીએ ICUમાં કર્યા લગ્ન, પછી તો કંઈક એવી ઘટના બની કે સાંભળીને તમે પણ રડી પડશો…જુઓ વિડિયો…

Published on: 12:48 pm, Tue, 27 December 22

મિત્રો હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને તમે સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા અવારનવાર વીડિયો જોયા હશે. ત્યારે હાલમાં એક લગ્નનો એવો વિડિયો સામે આવી રહ્યો છે જે જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. આ કિસ્સાની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહી છે. આ કિસ્સામાં એક યુવક અને યુવતી હોસ્પિટલમાં ICU રૂમમાં એકબીજા સાથે લગ્ન કરે છે.

જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો જાણીએ બંનેએ ICUમાં કેમ લગ્ન કર્યા અને સમગ્ર ઘટના સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. આ કિસ્સો બિહારમાંથી સામે આવી રહ્યો છે. અહીં બાલી ગામના રહેવાસી લલન કુમાર નામના વ્યક્તિની પત્ની પુનમ કુમારી વર્મા હૃદયની બીમારીથી પીડિત હતી.

તેથી પૂનમ કુમારીને સારવાર ICU વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. પૂનમ કુમારીને લાંબા સમયથી આ બીમારી હતી. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે પૂનમ કુમારીની ગંભીર હાલત જોતા જણાવ્યું હતું કે તેમનું મૃત્યુ ગમે ત્યારે થઈ શકે છે. મૃત્યુ પહેલા પૂનમ કુમારીએ પોતાના પરિવારના સભ્યો સામે એક શરત મૂકી કે તેની લાડલી દીકરી ચાંદની કુમારીના લગ્ન તે જીવે છે ત્યારે કરવામાં આવે.

પૂનમ કુમારીની દીકરી દીકરીની સગાઈ સુમિત ગૌરવ નામના વ્યક્તિ સાથે 26 ડિસેમ્બરના રોજ થવાની હતી. પરંતુ માતાની ઈચ્છાના કારણે સગાઈની તારીખના એક દિવસ પહેલા જ ચાંદની અને સુમિતના લગ્ન કરવામાં આવ્યા હતા. બંને હોસ્પિટલમાં ICU રૂમની બહાર લગ્ન કરી લીધા હતા અને લગ્નમાં માતા પુનમ સાક્ષી બની હતી.

બીમાર મહિલાના ગમ વચ્ચે પરિવારના સભ્યોના ચહેરા પર દીકરીના લગ્નની ખુશી જોવા મળી હતી. દીકરીના લગ્ન બાદ કંઇક એવું બન્યું કે આખું પરિવાર રડતું થઈ ગયું હતું. લગ્નના થોડાક સમય બાદ જ પૂનમે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ચાંદની એ જણાવ્યું કે લગ્નના બે કલાક બાદ માતાનું મોત થયું હતું.

પૂનમ વર્મા પોતાની દીકરીના લગ્ન કરાવીને આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. હાલમાં આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેના તમે જોઈ શકો છો કે, લગ્ન બાદ દીકરી અને જમાઈ બંને માતાને મળવા જાય છે. અને બંનેના લગ્નના બે કલાક બાદ માતા પોતાનો જીવ ગુમાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરીએ ICUમાં કર્યા લગ્ન, પછી તો કંઈક એવી ઘટના બની કે સાંભળીને તમે પણ રડી પડશો…જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*