હાઇવે પર ચાલીને જતા દાદાને કાર ચાલકે ફૂટબોલની જેમ હવામાં ઉડાડ્યા, દાદાનો ઘટના સ્થળે કરુણ મોત… જુઓ હચમચાવી નાખતા અકસ્માતના સીસીટીવી ફૂટેજ…

Published on: 10:26 am, Fri, 5 May 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ત્યારે હાલમાં ગુજરાતના વલસાડ તાલુકાના સરોધી હાઇવે પર બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કાર ચાલકની બેદરકારીના કારણે વૃદ્ધ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

વૃદ્ધ વ્યક્તિ હાઇવે પર ચાલીને પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન પાછળથી આવતી ઝડપી કારે ફુટબોલની જેમ વૃદ્ધ વ્યક્તિને હવામાં ઉછાળ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધ વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર ઘટના સ્થળે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિગતવાર વાત કરી હતો વલસાડના સરોધી પહાળ ફળિયામાં રહેતા અને મંદિર બહાર ફુલ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મણિલાલ નાયક નામના વ્યક્તિ ગઈકાલે બપોરે ફૂલ લેવા માટે જઈ રહ્યા હતા.

આ દરમિયાન તેઓ હાઇવે રોડ પર સીધા એક સાઈડમાં ચાલી રહ્યા હતા. ક્યારે પાછળથી આવતી ઝડપી કારે તેમને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે મણિલાલભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસ અને 108ની ટીમને કરી હતી. અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં કાર ચાલક અકસ્માતની ઘટના બન્યા બાદ સુરત તરફ ભાગતો જોવા મળી રહ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને અજાણ્યા કારચાલક ની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો