ઓ બાપા એ તારો સગો ના થાય..! સુરતના કાપોદ્રા બ્રિજની પાળી પર યુવકે ટ્રાફિક જામ કરી કર્યો સ્ટંટ, જુઓ લાઇવ વિડિયો

Published on: 12:22 pm, Tue, 25 April 23

સુરત શહેર બ્રિજ સીટી તરીકે ઓળખાય છે, સુરત શહેરના બ્રિજ ઉપર ઘણા યુવકો ઓવર સ્પીડથી ગાડી ચલાવી સ્ટંટ કરતાં સમયાંતરે જોવા મળતા હોય છે. ત્યારે આજે સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં યુવક બ્રિજની પાળી ઉપર ચાલીને જોખમી સ્ટંટ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, આ યુવક કોણ હતો તેની માહિતી મળી નથી.

પોલીસ પાસે આ વિડીયો પહોંચતા યુવકની શોધખોળ હાથ ધરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવક બ્રિજ ઉપર સ્ટંટ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. એક યુવક બ્રિજની પાળી ઉપર બિનધાસ્ત રીતે ચાલી રહ્યો છે, જાણે તેને મોતનો પણ ડર ન હોય. વિડીયો જોતા યુવક બ્રિજની પાળી ઉપર બેખોફ થઈને ચાલી રહ્યો છે,

બ્રિજ ની ઊંચાઈ જોતા આ યુવક બ્રિજ ની નીચે પટકાઈ તો તેનું મોત પણ થઈ શકે છે. સવારના સમયે કાપોદ્રા વિસ્તાર અતિ વ્યસ્ત હોય છે, આ સમય દરમિયાન લોકો હીરાની ફેક્ટરીએ તેમજ કામકાજ માટે જવા માટે આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. વાહન ચાલકોની પણ સંખ્યા આ સમયે ખૂબ જ વધુ પ્રમાણમાં રસ્તા ઉપર દેખાય છે.

એકા એક જ આ યુવક કાપોદ્રા વિસ્તારમાં બ્રિજની પાળી ઉપર ચાલતો દેખાતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. મોટી સંખ્યામાં ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો થોભીને આ દિલ ધડક દ્રશ્યો જોઈ રહ્યા હતા. તેના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો, બ્રિજ ની પાળી ઉપર ચાલનારો યુવક કોણ છે ? તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી. પરંતુ જે રીતે તે બ્રિજની પાળી ઉપર ચાલી રહ્યો છે તેના કારણે તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ ફરતો થયો છે.

યુવકે પોતાના જીવના જોખમે આ પ્રકારે સ્ટંટ કરવો ખરેખર તેના માટે પણ ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. યુવક કોઈપણ ભય વગર પોતાના મોતને પડકાર ફેકતો હોય એ રીતે ચાલતા લોકોમાં પણ ભારે આશ્ચર્ય જોવા મળ્યું હતું. આ અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.બી. વાછાણીએ જણાવ્યું હતું કે આ પ્રકારનો વિડીયો અમારી પાસે પણ આવ્યો હતો.

તેને લઈને અમે ટીમ ઘટના સ્થળ પર મોકલી હતી, ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ પ્રકારની ઘટના બની છે કે કેમ ? નજીકની કોલેજના પ્રિન્સિપાલ ને આ વિડીયો મોકલી દેવામાં આવ્યો છે, કોલેજ નો સ્ટુડન્ટ છે કે અન્ય કોઈ યુવક છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઓ બાપા એ તારો સગો ના થાય..! સુરતના કાપોદ્રા બ્રિજની પાળી પર યુવકે ટ્રાફિક જામ કરી કર્યો સ્ટંટ, જુઓ લાઇવ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*