અમદાવાદમાં વરઘોડામાં પૈસા વીણતા બાળકને ઘોડાએ લાત મારી, પછી કંઈક એવું બન્યું કે… જુઓ બાળકના મોતનો લાઇવ વિડિયો…

Published on: 10:58 am, Fri, 5 May 23

હાલમાં અમદાવાદમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં જાનમાં કંઈક એવું બન્યું કે લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો. વિગતવાર વાત કરીએ તો લગ્નમાં વરરાજા માટે લાવવામાં આવેલા ઘોડાની લાત વાગતા એક માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં બની હતી. હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. જેના કારણે લગ્નમાં અનેક વખત અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. જેના કારણે લગ્નની ખુશીમાં માતમ છવાઈ જતો હોય છે.

ત્યારે આજે આપણે અમદાવાદમાં બનેલી તેવી જ એક ઘટના વિશે વાતચીત કરવાના છીએ. અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રસ્તા પરથી એક જાન નીકળી હતી. જાનમાં જાનૈયાઓ મન મૂકીને નાચતા નજરે પડી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોએ વરરાજા ઉપર રૂપિયા પણ ઉડાડ્યા હતા.

આ દરમિયાન નીચે પડેલા રૂપિયા એક બાળક વીણતો હતો ત્યારે આ સમગ્ર ઘટના બની હતી. જ્યારે બાળક ઘોડાની પાછળ પડેલા રૂપિયા વીણવા માટે વાંકો વળે છે. આ દરમિયાન ઘોડો બાળકને જોરદાર લાત લગાવે છે. ઘોડાની લાત ના કારણે બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.

બાળકનું મૃત્યુ થતાં જ લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો