લગ્નની ખુશીમાં માતમ ફેરવાયો..! રાજકોટમાં ફોઈના દીકરાના લગ્નમાં ગરબા રમ્યા બાદ, ઘરે આવેલા યુવકનું અચાનક જ મોત…જુઓ મૃત્યુ પહેલાનો વિડીયો…

Published on: 11:41 am, Fri, 5 May 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં બનેલો વધુ એક હાર્ટ એટેકનો(Another heart-attack in Rajkot) બનાવ સામે આવી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો રાજકોટના મવડી મેડ રોડ ઉપર આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અને પીરવાડી પાસે કારખાનું ચલાવતા અમિતભાઈ વસંતભાઈ ચૌહાણ નામના 36 વર્ષના યુવાન રાત્રે 1:00 વાગ્યાની આસપાસ તેઓ પોતાના ઘરે હતા.

ત્યારે અચાનક જ તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યાર પછી પરિવારના સભ્યો તેમને બેભાન હાલતમાં સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં હાજર તબીબે વસંતભાઈ ની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. અમિતભાઈના મૃત્યુના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

ઘટનાની માહિતી મળતા રાજકોટ પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને અમિતભાઈ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે મોકલી આપ્યું હતું.

પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા અમિતભાઈ ચૌહાણ ત્રણ ભાઈઓમાં અને એક બહેનમાં નાના હતા. તેમને સંતાનો એક દીકરો છે. મળતી માહિતી અનુસાર અમિતભાઈ ચૌહાણના કૌટુંબિક ફઈના દીકરાના લગ્ન હોવાના કારણે રાત્રે દાંડીયારાસ નો કાર્યક્રમ હતો.

દાંડીયારાસના કાર્યક્રમમાં અમિતભાઈ ચૌહાણ દાંડીયારાસ રમવા માટે ગયા હતા. દાંડિયારાસ રમ્યા બાદ અમિતભાઈ ઘરે પરત ફર્યા હતા. આ દરમિયાન અમિતભાઈ ચૌહાણનું હૃદય બેસી ગયું હતું અને તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના બનતા જ લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો.

હાલમાં સોશિયલ મીડિયામાં દાંડીયારાસ રમી રહેલા અમિતભાઈનો એક વિડીયો પણ હાલમાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે અમિતભાઈ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને મન મૂકીને દાંડીયારાસ રમી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નની ખુશીમાં માતમ ફેરવાયો..! રાજકોટમાં ફોઈના દીકરાના લગ્નમાં ગરબા રમ્યા બાદ, ઘરે આવેલા યુવકનું અચાનક જ મોત…જુઓ મૃત્યુ પહેલાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*