અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે આ આઠ વિસ્તારોમાં કર્ફ્યુ, જાણો વિગતે.

Published on: 11:13 am, Sat, 10 July 21

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રથયાત્રામાં માત્ર 3 રથ અને 120 ખલાસીઓની મંજૂરી આપી છે. ઉપરાંત રથયાત્રામાં જોડવનાર તમામ ખલાસીઓના કોરોના ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોરોના ટેસ્ટ આવતીકાલે બપોરે 03:30 વાગ્યે મંદિરમાં યોજવામાં આવશે.

તેવામાં અમદાવાદ શહેરના પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે અમદાવાદમાં ગાયકવાડ હવેલી, કાલુપુર, ખાડિયા, માધુપુર, દરીયાપુર, શહેરકોટડા, શાહપુર કથા કારંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં કરફ્યુ ની જાહેરાત કરી છે.

ઉપરાંત આ વિસ્તારના લોકોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત રથયાત્રાને લઈને સુરક્ષા અને વ્યવસ્થાઓ ચાલી રહી છે. આ ઉપરાંત પ્રદિપસિંહ જાડેજાએ રૂટનું નિરીક્ષણ કર્યું છે.

આ ઉપરાંત રથયાત્રાના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં જોડાયા છે. ઉપરાંત રથયાત્રાના રૂટ પર સુરક્ષા માટે 16 જેટલા ડ્રોનથી દેખરેખ રાખવામાં આવશે.

ઉપરાંત પોલીસ ટીમ દ્વારા રથયાત્રામાં કોરોનાના પ્રોટોકોલ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. ઉપરાંત રથયાત્રામાં ત્રણ રથ સાથે પાંચ વાહનો શામિલ થશે.

સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. 4 થી 5 કલાક માં રથયાત્રા પૂર્ણ થવાની સંભાવના છે. રથયાત્રામાં 3 રથ અને 5 વાહનને મંજૂરી આપી છે. ઉપરાંત ૪૮ કલાક પહેલા જ રથના ખલાસીઓના RTPCTR ટેસ્ટ કરાશે.

પહિંદવિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. ઉપરાંત રથયાત્રામાં ગજરાજ, ટ્રક અને અખાડાઓ ને મંજૂરી નથી અપાઈ. ઉપરાંત જે લોકો રથયાત્રામાં જોડાશે તેઓને ફરજિયાત માસ અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું પડશે.

અમદાવાદ થી બહાર ના ભક્તો ને રથયાત્રામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. ઉપરાંત રથયાત્રા કોઈપણ જગ્યાએ રોકી શકાશે નહીં. કોરોના નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉપરાંત કોઈ પણ નગરજનોને દર્શન કરવા માટે રોડ પર આવવાનું નથી તમામ લોકોને ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શન કરવાના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે આ આઠ વિસ્તારોમાં કર્ફ્યુ, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*