હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આગાહી, 13 થી 20 જુલાઈ સુધી આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી.

Published on: 10:35 am, Sat, 10 July 21

હવે ટૂંક સમયમાં વરસાદના વિરામ નો અંત, રાજ્યમાં વરસાદી વાદળો તૈયાર કરી રહ્યા છે. એટલે કે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવે વરસાદની શક્યતાઓ વધી છે. રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી વરસાદે વિરામ લીધો હતો તેથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા.

લો પ્રેશર સક્રિયતા રાજ્યમાં વરસાદની સંભાવના ઉભી થઈ છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રવિવારથી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે. આગાહી મુજબ અષાઢી બીજના દિવસે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. ઉપરાંત ઉત્તર ગુજરાત સહિત કચ્છમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું કે આગામી 11 જુલાઈ થી 20 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે.

આ સમય દરમિયાન ભારે વરસાદના કારણે નદી નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. ઉપરાંત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે.

ઉપરાંત આગાહી મુજબ 14 જુલાઈથી 16 જુલાઈ સુધી અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાય તેવી શક્યતાઓ છે. તેના કારણે દ્વારકા થી જખો સુધીના દરિયાઈ વિસ્તારના ખલાસીઓને એલર્ટ કરાયા છે.

રાજ્યમાં વરસાદ ધીમો પડતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા હતા કારણ કે ખેડૂતોને પાક બળી જવાની ચિંતા હતી પરંતુ વરસાદની સંભાવના થી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આગાહી, 13 થી 20 જુલાઈ સુધી આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી."

Leave a comment

Your email address will not be published.


*