જલસો પડી ગયો : સતત બીજા મહિને રાહત,આજથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો મોટો ઘટાડો…

દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીના માહોલમાં હજુ ઘણા રાજ્યમાં ચૂંટણી બાકી છે ત્યારે સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે અને ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો મતલબ કે 19 રૂપિયા નો ઘટાડો કર્યો છે.

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સતત બીજા મહિને ઘટાડો કરવામાં આવ્યો છે અને આપને જણાવી દઈએ કે ઘરેલુ સિલિન્ડર મતલબ આપણે જે ઘરે વાપરીએ છીએ તેના ભાવમાં એક રૂપિયાનો પણ વધારો કે ઘટાડો થયો નથી

પરંતુ કોમર્શિયલ ગેસ સર્વિસના ભાવ આજથી લાગુ થયા છે અને આપને જણાવી દઈએ છે રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1764.50 રૂપિયા હતી અને આજે તેમાં ઘટાડા સાથે તે 1745.50 રૂપિયા થઈ છે

જ્યારે કોલકત્તામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર ની કિંમત 1879 રૂપિયાથી ઘટીને 1860 રૂપિયા થઈ ગઈ છે જ્યારે ચેન્નઈમાં 1911 રૂપિયા છે અને મુંબઈમાં 1698 રૂપિયા ભાવ છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*