સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાને કારણે સામાન્ય ચિંતા ના ખાલી થઈ રહ્યા છે અને જનતાને મોંઘવારીની મહામારી સહન કરવી પડે છે. ત્યારે આજરોજ પેટ્રોલની કિંમતમાં 41 પૈસાનો વધારો થયો જ્યારે ડીઝલની કિંમતમાં 35 પૈસાનો વધારો થયો છે.
અમદાવાદમાં આજરોજ પેટ્રોલની કિંમતમાં 34 પૈસા અને ડીઝલની કિંમતમાં 28 પૈસાનો વધારો થયો. અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ 97.73 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 96.80 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે. ઉપરાંત સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે.
દિલ્હીમાં આજે પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 97.95 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 97.02 રૂપિયા એ પહોંચ્યો છે. રાજકોટમાં આજે પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 97.52 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 96.62 રૂપિયાનો વધારો થયો છે.
વડોદરામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 97.42 રૂપિયા અને ડીઝલનો પ્રતિલીટર વાવ 96.49 રૂપિયા નોંધાયો છે. જામનગરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.67 રૂપિયા અને ડીઝલનો પ્રતિલીટર ભાવ 96.75 રૂપિયા નોંધાયો છે.
સુરતમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 97.76 રૂપિયા અને ડીઝલ નો પ્રતિ લીટર ભાવ 96.86 રૂપિયા સુધી પહોંચ્યો છે. ભાવનગરમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 99.32 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 98.38 રૂપિયા પહોંચ્યો છે.
દેશમાં દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઘટાડો થાય છે જે 6 વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલ નો નવો ભાવ લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ છોડ્યા બાદ તેનો ભાવ બે ગણો થઈ જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!