ગુજરાતમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી એક વખત રસીકરણ કેન્દ્રો શરૂ, જાણો શા માટે બંધ કરાયા હતા?

Published on: 12:11 pm, Sat, 10 July 21

રાજ્ય સરકાર તરફથી રસીકરણ જેમ બને તેમ ઝડપી બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે તેવામાં ત્રણ દિવસથી રસીકરણ કેન્દ્રો બંધ હતા તે રસીકરણ કેન્દ્રો આજે ફરી એક વખત શરૂ થયા છે. રાજ્યમાં 21 જૂનના રોજ મહાવેક્સિનેશન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પરંતુ બુધવારના રોજ મમતા દિવસ હોવાના કારણે રાજ્યમાં રસીકરણ કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ આજે ફરી એક વખત રસીકરણ કાર્ય શરૂ થઇ છે.

ગુજરાત રાજ્યમાં ધીરે ધીરે કોરોના ના કેસો વધી રહ્યા છે અને મૃત્યુના આંકડામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. લોકોમાં રસીને લઈને જાગૃતતા આવી રહી છે.

અને સરકાર દ્વારા કોરોના ની ત્રીજી લહેર ની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના કેસ ની વાત કરીએ તો કોરોના ના 56 કેસ નોંધાયા હતા.

જ્યારે રાજ્યમાં કોરોના ના કારણે 1 દર્દીનું મૃત્યુ થયું હતું. અને છેલ્લા 24 કલાકમાં 196 દર્દીઓને કોરોના માંથી મુક્ત કરાયા હતા.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1300 થી વધુ છે. ઉપરાંત કોરોના 8 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 812718 લોકોને કોરોના માંથી મુક્તિ આપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!