સુરતના સચિન વિસ્તારમાં ઘરઆંગણે રમી રહેલી ચાર વર્ષની માસૂમ બાળકીને ઉઠાવી જઈને, બાળકી સાથે કર્યું એવું કે તમારા પર રુવાડા ઉભા થઇ જશે…

66

સુરતની એક ખુબ જ શરમજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરતના સચિન GIDCમાં મંગળવારના રોજ ઘર પાસેથી રમતી માસુમ 4 વર્ષની બાળકી ગાયબ થઈ ગઈ છે. ત્યારે બાળકને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 લોકોની ટીમ બનાવવામાં આવી હતી.

ત્યારે પાંચ કલાકના અંતે રામેશ્વર કોલોની પાસેથી ઝાડી ઝાખરામાંથી બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં મળી હતી. ત્યાર બાદ બાળકીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને હોસ્પિટલમાં જાણવા મળ્યું કે બાળકી ના ગળા અને પ્રાઇવેટ પાર્ટ પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા.

બાળકીને બ્લીડિંગ થતું હોવાના કારણે તેની સાથે દુષ્કર્મ થયો છે તેવું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઓળખીને તેને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર સચીન જીઆઈડીસીના શ્રમ વિસ્તારની ચાર વર્ષની બાળકી બે બાળકો સાથે પોતાના ઘરના આંગણે રમતી હતી.

ત્યારે તે રમતી રમતી ઘરથી દૂર જતી રહી હતી. બાળકીના સમય બાદ ઘરે ન પરત ફરતા બાળકીની માતાએ તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે બાળકની સાથે રમી રહેલા બે બાળકો એ કહ્યું હતું કે બાળકીને એક અંકલ લઇ ગયા છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને માતાએ બપોરે દોઢ વાગ્યાની આસપાસ સચીન GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.+

આ ઘટનાને લઈને પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને એક સીસીટીવી ફુટેજમાં જાણવા મળ્યું કે બાળકીને એક વ્યક્તિ લઈ જતો દેખાઈ રહ્યો છે. અને ત્યારબાદ પોલીસે બાળકોની શોધખોળ શરૂ કરી હતી.

ત્યારે સાંજના સમયે બાળકે સચિન રામેશ્વર કોલોની પાસે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ની દીવાલ પાસે બાળકી ઝાડી-ઝાંખરામાં થી ઈજાગ્રસ્ત હાલતમાં મળી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા બાળકીની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યારે જાણવા મળ્યું કે બાળકી પર દુષ્કર્મ થયો છે. હાલમાં બાળકીની હાલત માં સુધારો થયો છે..

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!