ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના પરાજય બાદ જોવા મળ્યો પાર્ટીની અંદર હોબાળો,100 થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા

43

સુરેન્દ્રનગર જિલ્લાની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.અહીં આમ આદમી પાર્ટીના 100 થી વધુ હોદ્દેદારોએ એકસાથે રાજીનામા આપ્યા છે.જેમાં મહામંત્રી,યુવા મોરચા જિલ્લા પ્રમુખ, મહિલા મોરચા પ્રમુખ, મહામંત્રી સહિતના લોકોએ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ને પોતાના રાજીનામા આપ્યા હતા.

હોદ્દેદારોનો આક્ષેપ હતો કે આમ આદમી પાર્ટીના કમલેશ કોટેચા અને શહેર પ્રમુખ દિપક ચિહલા સહિતના કેટલાક હોદ્દેદારોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે જેના પગલે પાર્ટી ની છબી ખરડાઇ રહી છે અને એટલે જ 100 થી વધુ અરજદારોએ રાજીનામા આપ્યા છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સારું પરિણામ ન મેળવી શકનારા આમ આદમી પાર્ટીમાં વિવિધ મુદ્દે વિખવાદ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડના 44 ઉમેદવારોમાંથી એક વોર્ડમાંથી માત્ર એક ઉમેદવારનો વિજય થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!