હવે વરસાદ ને કહો બાય-બાય,રાજ્યમાંથી વિધિવત રીતે ચોમાસાએ લીધી વિદાય,હવામાન વિભાગે આપી અંત્યંત મહત્વની જાણકારી

58

રાજ્યમાં થોડા દિવસ પછી વરસાદી માહોલ જામ્યો હતો અને રાજ્યના ઘણા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડયો હતો ત્યારે હવે રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે વિદાય લઇ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ચોમાસાની વિદાયને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે કહ્યું કે આવતી કાલથી વાતાવરણ ચોખ્ખું થઈ જશે અને તાપમાનમાં પણ ધીમે ધીમે વધારો થશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે.અહીં ઉલ્લેખનીય છે કે હવે રાજ્યમાં નવરાત્રી સમયે વરસાદ નો ખતરો પણ નહીં રહે અને ગરબા રસિકો ઉત્સાહથી નવરાત્રીનો આણંદ માણી શકશે.

સાથે જ રાજ્યમાં વરસાદની ઘટ પણ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.આ વર્ષે ગુજરાતમાં બે ટકાથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના કારણે હવે રાજ્યમાં પાણીની અછત નો સવાલ પણ ઉભો નહીં થાય.ચોમાસાના અંતિમ દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.

જેના કારણે સૌરાષ્ટ્રમાં ચારેકોર પાણી પાણી થઇ ગયું હતું. ભારે વરસાદના પગલે રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ખેતીને ભારે નુકશાન પહોચ્યું હતું. હવે રાજ્ય સરકાર અતિવૃષ્ટિ માં થયેલા નુકશાનના પગલે ખેડૂતોને સહાય કરવા ઇચ્છુક છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!