ભાવનગરના બોરલા પિતાએ 2 વર્ષની દીકરીનો જીવ લઈને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના વિગતવાર

Published on: 4:24 pm, Sat, 21 May 22

ભાવનગરમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. ભાવનગરના મહુવા તાલુકાના રતનપર-નવાગામના એક યુવાને બોલેરા ગામની સીમામાં પોતાની બે વર્ષની દીકરી નો જીવ લઇ લીધો ત્યારબાદ પોતે પણ પોતાનું જીવન ટૂંકાવી લીધું. આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઇ હતી.

ઘટનાની જાણ થતાં ગામના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસે સમગ્ર ઘટનાને લઇને કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવાન છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.

તેનું નામ શૈલેષ ભુપતભાઈ હતું અને તેની ઉંમર ચોવીસ વર્ષની હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે શૈલેષ પોતાના ઘરેથી 2 વર્ષની દીકરી નિશાને લઈને નીકળી ગયો હતો. રસ્તામાં પોતાની દીકરીને નાસ્તો કરાવીને બોલેરો ગામની સીમમાં પહોંચ્યો હતો.

ત્યાં અગમ્ય કારણોસર માસૂમ દીકરીને લીમડાના ઝાડ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખવડાવી દીધું. અને ત્યાર બાદ પોતે પણ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું. આ ઘટના બનતા જ આસપાસના ખેડૂતો અને કેટલાક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં બગદાણા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે પિતા અને પુત્રીના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને મૃતકની પત્ની જાગૃતિએ પુસ્તક પતિ શૈલેશ સામે ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર શૈલેષ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ માહિતી સામે આવી નથી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર ઘટનાને લઇને પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાવનગરના બોરલા પિતાએ 2 વર્ષની દીકરીનો જીવ લઈને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના વિગતવાર"

Leave a comment

Your email address will not be published.


*