“બોલો હર હર મહાદેવ” આવો અદભુત વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય…વીડિયો જોઈને તમે પણ બોલશો ‘હર હર મહાદેવ…’

Published on: 5:02 pm, Mon, 22 May 23

Viral: હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વિડીયો જોઈને આપણી આંખોમાં આંસુ આવી જતા હોય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક ખૂબ જ અદભુત વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, નાગદાદા મહાદેવના મંદિર તરફ તરફ આગળ વધતા નજરે પડી રહ્યા છે.

મંદિરમાં પ્રવેશ કર્યા બાદ નાગદાદા ધીમે ધીમે મહાદેવની શિવલિંગ તરફ જતા નજરે પડી રહ્યા છે. ત્યાર પછીના દાદા શિવલિંગ ઉપર બિરાજમાન થાય છે. ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ અદભુત દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મિત્રો આવા અદભુત દ્રશ્યો ક્યારેક જ જોવા મળતા હોય છે. વાયરલ થયેલો વિડિયો facebook પર Zee 24 Kalak નામની ન્યુઝ ચેનલના પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. માત્ર બે દિવસ પહેલા પોસ્ટ કરેલો આ વિડીયો અત્યાર સુધીમાં 61 મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે.

આ ઉપરાંત 8,000 થી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે. કોમેન્ટ બોક્સમાં ઘણા બધા યુઝરે “ઓમ નમઃ શિવાય”ની કોમેન્ટ પણ કરી છે. વાયરલ થયેલો આ વિડીયો જોઈને તમે પણ “હર હર મહાદેવ” બોલશો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "“બોલો હર હર મહાદેવ” આવો અદભુત વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય…વીડિયો જોઈને તમે પણ બોલશો ‘હર હર મહાદેવ…’"

Leave a comment

Your email address will not be published.


*