બેહેને એકનો એક ભાઈ ગુમાવ્યો…! રાજકોટમાં પારડી પાસે કાર ટ્રક સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, યુવકનું મૃત્યુ થતા આહિર પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 10:33 am, Wed, 20 July 22

ગુજરાત રાજ્યમાં થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટ શહેરના પારડી પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક કાર બેકાબુ થઈ ગઈ હતી. તેથી કાર ડિવાઈડર કૂદીને સામેના રસ્તા પર આવતા ટ્રક સાથે અથડાઈ હતી.

આ અકસ્માતની ઘટનામાં કારનો ભાંગીને ભૂકો થઈ ગયો છે. ઉપરાંત કારમાં સવાર યુવકનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું છે. અકસ્માતની ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનાની માહિતી યુવકના પરિવારના લોકોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મૃતક યુવક રાજકોટ શહેરના ગુણાતીત નગરમાં રહેતો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ કરણ પ્રવીણભાઈ કારેથા (આહિર) હતું. કરણ પોતાની i20 કાર લઈને શાપર સ્થિત આવેલા પોતાના કારખાનેથી રાજકોટ પરત આવી રહ્યો હતો. આ દરમિયાન પારડી નજીક કરણ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવે છે.

તેથી કાર ડિવાઈડર કૂદી સામેના રસ્તા પર આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટનામાં કરણનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક પણ અકસ્માતની ઘટનામાં પલટી ખાઈ ગયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

ઉપરાંત રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ કરણને કારમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર ડોકરીકરણને મૃત જાહેર કર્યું હતો. કરણ પોતાની બહેનનો એકનો એક ભાઈ હતો.

કરણના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. માહિતી અનુસાર બે મહિના પહેલા જ કરણની સગાઈ આણંદમાં રહેતી યુવતી સાથે થઈ હતી. આહિર પરિવારના એકના એક દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બેહેને એકનો એક ભાઈ ગુમાવ્યો…! રાજકોટમાં પારડી પાસે કાર ટ્રક સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, યુવકનું મૃત્યુ થતા આહિર પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*