આ કાબર પક્ષી ખૂબ જ સુંદર અવાજમાં બોલ્યું હરે કૃષ્ણ…હરે કૃષ્ણ…! વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો…

Published on: 10:05 am, Wed, 20 July 22

તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. અમુક વખત આપણી સામે ઘણા એવા વિડીયો આવતા હોય છે જે જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમે ઘણી વખત એવા પોપટ જોયા હશે જે માણસની જેમ બોલતા હોય છે.

ઘણી વખત પોપટ એટલું મીઠું બોલતા હોય છે, જે સાંભળીને ઘણા લોકોનું દિલ ખુશ થઈ જતું હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક કાબર પક્ષીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પક્ષી ભગવાનનું નામ યાદ કરી રહ્યું છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો ટ્વીટર પર નવીનકુમાર જિંદાલ નામના વ્યક્તિએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે. વિડીયો વાયરલ થયા બાદ આ વિડીયો ખૂબ જ ચર્ચામાં આવી ગયો હતો. તેમને વીડિયોના કેપ્શન માં લખ્યું હતું કે, “જુઓ સનાતન ધર્મ શું શીખવે છે…! પક્ષીના ખૂબ જ સુંદર અવાજ…! હરે કૃષ્ણ…હરે કૃષ્ણ…! વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ પક્ષી હરે કૃષ્ણનો જાપ કરી રહ્યું છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક પક્ષી દેખાઈ રહ્યું છે. રૂમમાં હાજર એક વ્યક્તિ આ પક્ષીનો વિડીયો બનાવી રહ્યો છે. રૂમમાં હાજર વ્યક્તિ પક્ષીને હરે કૃષ્ણ બોલતા શીખવાડી રહ્યો છે. જ્યારે તે વ્યક્તિ હરે કૃષ્ણ કહો તેમ બોલે છે. ત્યારે પક્ષી પણ તે વ્યક્તિની સાથે બોલે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પક્ષી કેટલા સુંદર અવાજમાં હરે કૃષ્ણ બોલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પક્ષી હરીનો જાપ કરી રહ્યું છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં બે લાખથી પણ વધારે લોકો એ જોયો છે.

આ ઉપરાંત 19 હજારથી પણ વધારે લોકોએ વીડિયોને પસંદ કર્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને ભલભલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘણા લોકોને તો આ વિડીયો જોઈને વિશ્વાસ નથી આવતો. અમારી વેબસાઈટ આ વીડિયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ કાબર પક્ષી ખૂબ જ સુંદર અવાજમાં બોલ્યું હરે કૃષ્ણ…હરે કૃષ્ણ…! વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*