ગૃહિણીઓ માટે માઠા સમાચાર : ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવમાં થયો વધારો – જાણો લીંબુના ભાવ…

Published on: 3:57 pm, Wed, 23 March 22

દેશમાં સામાન્ય જનતાને જેવો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. કારણકે દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલ અને એલપીજી ગેસ નો ભાવ વધી રહ્યો છે. સતત ભાવ વધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. હજુ તો ઉનાળાની શરૂઆત થઇ છે.

ત્યાં લીંબુના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. લીંબુના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે. 15 દિવસમાં લીંબુના ભાવમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. પહેલા એક કિલો લીંબુ નો ભાવ 40 રૂપિયાથી લઈને 50 રૂપિયા હતો.

પરંતુ હાલમાં એક કિલો લીંબુનો ભાવ 150 થી લઈને 160 રૂપિયા જોવા મળી રહ્યો છે. લીંબુના ભાવમાં સીધો ત્રણ ગણો વધારો થતા ગૃહણીઓ મુશ્કેલીમાં મુકાય છે. ઉનાળામાં લોકો પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે લીંબુ પાણી પીવે છે.

પરંતુ ઉનાળાની શરૂઆતમાં લીંબુના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે. આ કારણોસર ગૃહિણીઓને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. લીંબુના ભાવમાં ત્રણ ગણો વધારો થતાં જ સામાન્ય જનતાએ લીંબુ પાણી પીવાનું બંધ કરી દીધું છે.

પેલા 40 રૂપિયા કિલો લીંબુ મળતા હતા પરંતુ હવે તેમાં વધારો થઇ ગયો છે અને અત્યારે 1 કિલો લીંબુનો ભાવ 160 રૂપિયા ચાલી રહ્યો છે. લીંબુના વેપારીએ જણાવ્યું કે, અમે માર્કેટ યાર્ડમાંથી 90 થી 100 રૂપિયાના ભાવે લીંબુની ખરીદી કરીએ છીએ.

જો દેશમાં દિવસેને દિવસે આ જ રીતે જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ વધતા રહ્યા તો સામાન્ય જનતાને ઘર ચલાવવું મુશ્કેલ બની જશે. ગુજરાત નહીં પરંતુ આજુબાજુના રાજ્યમાં પણ લીંબુના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!