સોનાના ભાવમાં ફરી એક વખત થયો વધારો, સોનું ખરીદતા પહેલાં જાણી લો સોનાના નવા ભાવ…

Published on: 3:36 pm, Wed, 23 March 22

દેશમાં છેલ્લા બે દિવસથી સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજરોજ ફરી એક વખત સોનાના ભાવમાં વધારો થયો છે. આજરોજ સોનાનો ભાવ 51500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ 67700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.

મંગળવારની સરખામણીમાં આજે સોનાના ભાવમાં 40 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં 88 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. 24 કેરેટ સોનામાં 40 રૂપિયાના વધારા સાથે સોનાનો ભાવ 51504 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.

22 કેરેટ સોનાના ભાવમાં 37 રૂપિયાના વધારા સાથે સોનાનો ભાવ 47178 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. 18 કેરેટ સોનાના ભાવમાં 30 રૂપિયાના વધારા સાથે સોનાનો ભાવ 38628 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. 14 કેરેટ સોનાના ભાવમાં 24 રૂપિયાના વધારા સાથે સોનાનો ભાવ 30140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.

ચાંદીના ભાવમાં 88 રૂપિયાના વધારા સાથે ચાંદીનો ભાવ 67775 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નોંધાઈ રહ્યું છે. 24 કેરેટ સોનુ સૌથી શુદ્ધ માનવામાં આવે છે. પરંતુ આ સોનામાંથી ઘરેણા બનાવી શકાતા નથી કારણ કે આ સોનું ખૂબ જ નરમ હોય છે.

જેના કારણે મોટેભાગે જ્વેલરી બનાવવા માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે. તમે ઘરબેઠા સોનાનો ભાવ જાણી શકો છો. તેના માટે તમારે 8955664433 નંબર પર મિસ કોલ આપવાનો રહેશે. ત્યારબાદ તમારા ફોનમાં એક મેસેજ આવશે જેમાં સોનાના ભાવનું લીસ્ટ હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોનાના ભાવમાં ફરી એક વખત થયો વધારો, સોનું ખરીદતા પહેલાં જાણી લો સોનાના નવા ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*